ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

પ્રિન્સ યાદવ અને હર્ષ દુબે ODI ટીમનો ભાગ નથી

વિરાટ કોહલી ફિટનેસ ક્લિયરન્સને આધીન

(સંપૂર્ણ સમાચાર સેવા)

ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જોકે તે હાલમાં સંપૂર્ણપણે ફિટ નથી. તેની ઉપલબ્ધતા ફિટનેસ ક્લિયરન્સને આધીન છે, એટલે કે જો તે ફિટનેસ ટેસ્ટ પાસ કરે તો જ તે રમી શકે છે.

ટીમ પસંદગીની એક મુખ્ય હાઇલાઇટ જસપ્રીત બુમરાહની ર્ંડ્ઢૈંમાં વાપસી છે. બુમરાહ છેલ્લે ૨૦૨૩ વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન ભારત માટે વનડેમાં રમ્યો હતો. ઓલરાઉન્ડર અક્ષર પટેલની પણ ODI ટીમમાં વાપસી થઈ છે. અક્ષર અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી માટે ટીમનો ભાગ નહોતો.

અક્ષર પટેલ પણ વનડે ટીમમાં પાછો ફર્યો

૨૦ જૂને અફઘાનિસ્તાન સામેની ODI મેચમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીની વાપસી બાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. યશસ્વીને અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી માટે ફક્ત એટલા માટે પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે કોહલી ઘાયલ હતો.

પ્રિન્સ યાદવ અને હર્ષ દુબે પણ ODI ટીમનો ભાગ નથી. તો રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.  ચીફ સિલેક્ટર્સે સ્પષ્ટ કર્યું છે કે વિરાટ કોહલીની ઉપલબ્ધતા તેની ‘ફિટનેસ ક્લિયરન્સ‘ પર આધારિત રહેશે. એટલે કે, આગામી સમયમાં યોજાનારા ફિટનેસ ટેસ્ટમાં પાસ થયા બાદ જ કિંગ કોહલી આ વનડે સીરિઝમાં મેદાન પર રમી શકશે.

ક્રિકેટ ફેન્સ માટે સૌથી મોટા અને રાહતના સમાચાર એ છે કે ઘાતક ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની વનડે સેટઅપમાં વાપસી થઈ ગઈ છે. બુમરાહ છેલ્લે વર્ષ ૨૦૨૩ના વનડે વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમ માટે ૫૦ ઓવર્સ ક્રિકેટ રમ્યો હતો, જે બાદ તે વનડે ફોર્મેટથી દૂર હતો.

આ સિવાય ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ વનડે ટીમમાં પાછો ફર્યો છે, જે અગાઉ અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝમાં ટીમનો હિસ્સો નહોતો.  જોકે, પસંદગીકારોએ યશસ્વી જયસ્વાલ, પ્રિન્સ યાદવ અને હર્ષ દુબેને આ વનડે સ્ક્વોડમાં સ્થાન આપ્યું નથી.

ODI શ્રેણી માટે ભારતીય ટીમ :- શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી* (ફિટનેસ ક્લિયરન્સને આધીન), શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને ગુર્નૂર બ્રાર.

ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ

૧ જુલાઈ: પહેલી T20 , ચેસ્ટર-લે-સ્ટ્રીટ

૪ જુલાઈ: બીજી T20 , માન્ચેસ્ટર

૭ જુલાઈ: ત્રીજી T20 , નોટિંગહામ

૯ જુલાઈ: ચોથી T20, બ્રિસ્ટોલ

૧૧ જુલાઈ: પાંચમી T20, સાઉધમ્પ્ટન

૧૪ જુલાઈ: પહેલી વનડે, બર્મિંગહામ

૧૬ જુલાઈ: બીજી વનડે, કાર્ડિફ

૧૯ જુલાઈ: ત્રીજી વનડે, લોર્ડ્સ

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.