Last Updated on by Sampurna Samachar
મોદી–ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન જશે
ભારતીય પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલ અને ટેરિફ મુદ્દે આગામી સપ્તાહે વોશિંગ્ટન પહોંચીને અમેરિકન નેતાઓ સાથેબેઠક કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત–અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલ અનેટેરિફ મુદ્દે આગામી સપ્તાહે વોશિંગ્ટન પહોંચીને અમેરિકન નેતાઓ સાથે બેઠક કરશે. ગઈકાલે વડા પ્રધાનનરેન્દ્ર મોદી અને અમેરિકના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ૪૦ મિનિટ સકારાત્મક વાતચીત થયા બાદ આર્નિણય લેવાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય પ્રતિનિધિમંડળ ૨૦થી ૨૨ એપ્રિલ દરમિયાન અમેરિકા જવાનું છે. આદરમિયાન બંને દેશો ટ્રેડ ડીલ અને ટેરિફ સંબંધી ગૂંચવાયેલા મુદ્દાઓનો નિવેડો લાવવા પર અને સમજૂતીનેઅંતિમ રૂપ આપવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. ટ્રેડ ડીલને લઈને બંને દેશો વચ્ચે અનેક બેઠકો યોજાઈ ગઈ છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણાયક ર્નિણય લેવાયો નથી.
ભારત–અમેરિકા વચ્ચે ઊર્જા સહિત અનેક મોટા સમજૂતી
ગઈકાલે (૧૪ એપ્રિલે) વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ૪૦ મિનિટ સુધી ટેલિફોનિક વાતચીતથઈ હતી. અમેરિકા–ઈરાન વચ્ચે બે સપ્તાહનું યુદ્ધવિરામ જાહેર કર્યા બાદ અને ઈસ્લામાબાદમાં મંત્રણા નિષ્ફળગયા બાદ બંને નેતાઓ વચ્ચે પહેલીવાર આ વાતચીત થઈ હતી.
ભારતમાં અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે બંનેનેતાઓઓ વચ્ચે સકારાત્મક વાતચીત થઈ હોવાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, બંને નેતાઓ વચ્ચે ટ્રેડડીલ સહિત અનેક મહત્ત્વના ક્ષેત્રો પર ચર્ચા થઈ છે. અમેરિકન રાજદૂતે સંકેત આપ્યા છે કે, આગામી દિવસોમાં ભારત–અમેરિકા વચ્ચે ઊર્જા સહિત અનેક મોટા સમજૂતી થઈ શકે છે.
વડાપ્રધાન મોદીએ પણ એક્સ પર પોસ્ટકરીને ટ્રમ્પ સાથે વાતચીત કરી હોવાની માહિતી આપી છે. તેમણે લખ્યું હતું કે, ‘મારા મિત્ર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડટ્રમ્પનો ફોન આવ્યો હતો. અમે દ્વિપક્ષીય સંબંધો હેઠળ વિવિધ સેક્ટરોમાં થયેલી મહત્ત્વની પ્રગતિ પર સમીક્ષાકરી છે.
અમે તમામ સેક્ટરોમાં વ્યાપક અને વૈશ્વિક ભાગીદારી વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મધ્ય–પૂર્વનીસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો રાખવા અને સુરક્ષિત રાખવાના મહત્ત્વપર પણ ચર્ચા કરી હતી.’