Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાન ભારતને દુશ્મન માને પરંતુ ભારત હમેંશા કરે છે મદદ
મામલો ઓમાન તટ નજીકનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન ભલે ભારતને પોતાનો દુશ્મન માનતો હોય અને વારંવાર ઘૂસણખોરી અને હુમલા કરતા હોય છે. પરંતુ ભારતની ત્રણેય સેના દર વખતે તેમના પ્લાન પર પાણી ફેરવી દે છે. તેમ છતાં ભારત સમય સમય પર પાકિસ્તાન (PAKISTHAN) અને તેમના નાગરિકોને મદદ કરે છે.
હવે ફરી એક વાર ભારતીય સેનાએ માનવતાનું શાનદાર કામ કર્યું છે. દરિયાની વચ્ચે ભારતીય નૌસેનાના જવાનોએ એક પાકિસ્તાની નાગરિકનો જીવ બચાવ્યો છે. તાજેતરનો મામલો ઓમાન તટ નજીકનો છે. જ્યાં ભારતીય નૌસેનાતના જહાજ INS ત્રિકંદે માછલી પકડતી એક પાકિસ્તાની હોડીના ઘાયલ ચાલક દળના સભ્યને તરત મેડિકલ સહાય આપીને જીવ બચાવી લીધો હતો.
બોટના ઘાયલ ક્રુ મેમ્બરનો જીવ બચાવાયો
નૌકાદળના કમાન્ડર વિવેક મડવાલે જણાવ્યું હતું કે INS ત્રિકંદને ઈરાની ધો “અલ ઓમૈદી” તરફથી કટોકટીનો કોલ મળ્યો હતો, જે ઓમાન કિનારાથી લગભગ ૩૫૦ નોટિકલ માઇલ દૂર હતો. તપાસમાં જાણવા મળ્યું કે બોટના એક ક્રૂ મેમ્બરને હાથ પર ગંભીર ઈજા થઈ હતી અને તે ગંભીર હાલતમાં હતો.
તેમને ઈરાન જઈ રહેલા બીજા ધાવ “FV અબ્દુલ રહેમાન હંજિયા” માં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ પરિસ્થિતિ ગંભીર બનતી જોઈને INS ત્રિકંદે પોતાનો માર્ગ બદલી નાખ્યો અને ઘાયલ વ્યક્તિને તબીબી સહાય પૂરી પાડી. જહાજના મેડિકલ ઓફિસર અને કમાન્ડોની ટીમે ઘાયલ માણસ પર એનેસ્થેસિયા હેઠળ ત્રણ કલાકની સર્જરી કરી અને વધુ પડતું રક્તસ્ત્રાવ બંધ કરી દીધું. સમયસર સારવાર મળવાને કારણે તેની આંગળીઓ અને જીવ બચી ગયો હતો.