Last Updated on by Sampurna Samachar
અકસ્માતમાં એક યુવકનુ મોત તો એકની હાલત ગંભીર
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં અકસ્માતમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં મહિલા કાર ચાલકે બેફામ કાર હંકારી બે યુવકોને અડફેટે લીધા હોવાના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ નારણપુરાના અંજલી ક્રોસ રોડ પર એક મહિલા કાર ચાલકે બાઇક સવાર બે યુવકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્યને ગંભીર ઈજા થઈ છે. અકસ્માત સર્જી મહિલા કાર ચાલક ફરાર થઈ ગઈ હતી.
મહિલા અકસ્માત સર્જી ફરાર થઈ ગઇ
સુત્રોથી મળતી માહિતી મુજબ નારણપુરા વિસ્તારમાં અંજલી ક્રોસ રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. એક મહિલાએ ક્રેટા કાર સાથે બાઇક સવાર બે યુવકોને ટક્કર મારી હતી. આ ઘટનામાં એક યુવકનું મોત થયું જ્યારે બીજાને ઈજા પહોંચી છે. પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેલી મહિલા અકસ્માત સર્જી ફરાર થઈ ગઈ હતી.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને સારવેર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ મહિલા કાર છોડી ફરાર થઈ ગઈ હતી. અકસ્માત બાદ કાર ઝાડમાં અથડાઈ હતી. બાઇકમાં સવાર બંને યુવકો ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.