હું કોઈની કઠપૂતળી નથી‘, ટ્રમ્પના આરોપો પર મેલોનીનો કડક જવાબ  

Share this Article:

Last Updated on by Sampurna Samachar

આ ચર્ચા બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો

ઇટાલીમાં યોજાયેલી G7 સમિટ પર ટ્રમ્પે કરી હતી વાત

(સંપૂર્ણ સમાચાર સેવા)

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા G7 સમિટને લઈને મૂકવામાં આવેલા ગંભીર આરોપો પર આકરી પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં જ ટ્રમ્પે એક વિવાદાસ્પદ નિવેદનમાં દાવો કર્યો હતો કે ઇટાલીમાં યોજાયેલી G7 સમિટ દરમિયાન જ્યોર્જિયા મેલોનીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટીતંત્રના ઈશારે અને તેમના પ્રભાવ હેઠળ કામ કર્યું હતું. ટ્રમ્પના આ સનસનાટીભર્યા આક્ષેપો બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે.

રોમમાં એક પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પના આરોપો અંગે પૂછવામાં આવતા ઇટાલિયન પીએમ મેલોનીએ અત્યંત આક્રમક અને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, “હું કે મારું વહીવટીતંત્ર કોઈ વિદેશી શક્તિ કે કોઈ નેતાની કઠપૂતળી નથી. ઇટાલી એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર અમારા ર્નિણયો માત્ર અને માત્ર ઇટાલીના રાષ્ટ્રીય હિતો અને અમારા નાગરિકોની ભલાઈને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવે છે.”

ઇટાલી અને વ્હાઇટ હાઉસના સંબંધો પર સૌની નજર

મેલોનીએ ઉમેર્યું કે G7 સમિટનું આયોજન સંપૂર્ણપણે પારદર્શી અને લોકતાંત્રિક રીતે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ એક દેશનો દબદબો નહોતો.રાજકીય વિશ્લેષકોના મતે, ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી પાછળ G7 સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને ચીન સામે લેવાયેલા કેટલાક આકરા ર્નિણયો હોઈ શકે છે.

ટ્રમ્પ લાંબા સમયથી બાઈડેન વહીવટીતંત્રની વિદેશ નીતિ અને યુક્રેનને અપાતી અબજો ડોલરની સૈન્ય સહાયના વિરોધી રહ્યા છે. સમિટ દરમિયાન મેલોની અને બાઈડેન વચ્ચે ગ્લોબલ સિક્યોરિટી અને આર્થિક પ્રતિબંધો અંગે સમાન સૂર જાેવા મળ્યો હતો, જેના કારણે ટ્રમ્પે મેલોની પર બાઈડેનની ‘કઠપૂતળી‘ હોવાનો આરોપ મઢી દીધો હતો. જોકે, મેલોનીએ સ્પષ્ટ કર્યું કે વૈશ્વિક લોકશાહી અને સુરક્ષા માટે જે યોગ્ય હતું, તે જ ર્નિણયો લેવામાં આવ્યા છે.

જ્યોર્જિયા મેલોની ઇટાલીના રાષ્ટ્રવાદી અને દક્ષિણપંથી વિચારધારા ધરાવતા નેતા હોવાથી ભૂતકાળમાં ટ્રમ્પના સમર્થકો તેમને વૈશ્વિક સ્તરે પોતાના સાથી માનતા હતા. પરંતુ આ તાજેતરના વિવાદ બાદ બંને દક્ષિણપંથી નેતાઓ સામસામે આવી ગયા છે.

મેલોનીએ ટ્રમ્પને નમ્રતાપૂર્વક યાદ અપાવ્યું કે આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીમાં પરસ્પર સન્માન જરૂરી છે. અમેરિકામાં આગામી રાજકીય બદલાવો વચ્ચે ઇટાલી અને વ્હાઇટ હાઉસના સંબંધો આગામી સમયમાં કેવો વળાંક લે છે, તેના પર હવે આખા વિશ્વની નજર ટકેલી છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.