Last Updated on by Sampurna Samachar
બિહારના ઇસ્લામપુર પ્રખંડના કટવારસલપુર ગામનો કિસ્સો
પત્નીને પોતાનાથી ૧૨ વર્ષના નાના યુવક પર થયો પ્રેમ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના નાલંદા જિલ્લાના ઇસ્લામપુર પ્રખંડના કટવારસલપુર ગામમાં એક અનોખી પ્રેમ કહાની બહાર આવી છે. વાત કરીએ તો અહીં ત્રણ બાળકોની માં અને એક પરિણીત મહિલાએ પોતાનાથી ૧૨ વર્ષ નાની ઉંમરના ૨૪ વર્ષના યુવક સાથે મંદિરમાં લગ્ન કરી લેતા કિસ્સો ચર્ચામાં છે.

જાણકારી અનુસાર, બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. જ્યારે યુવક અડધી રાતે મહિલાને મળવા આવ્યો ત્યારે ગામના લોકોએ તેને ઝડપી લીધો હતો. ખાસ વાત એ છે કે, લગ્ન દરમિયાન મહિલાનો પતિ, બાળકો, યુવક અને પરિવારના લોકો પણ હાજર રહ્યાં હતા. ઘટના સામે આવ્યા પછી આખા વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે.
બાળકોએ પિતા સાથે રહેવાનુ નક્કી કર્યું
જાણકારી અનુસાર ઇસ્લામપુર પ્રખંડના કટવારસલપુર ગામની ૩૬ વર્ષીય પરિણીત મહિલા અને ગામના જ ૨૪ વર્ષના પ્રેમી વચ્ચે લાંબા સમયથી પ્રેમમાં હતી. બંને વચ્ચે સતત વાતચીત અને મુલાકાતોનો સિલસિલો ચાલું રહ્યો હતો. ગામના લોકોને આ અંગે પહેલા જ જાણ હતી. શુક્રવારે રાતે બંને મહિલાના ઘરે પાસે સાથે જોવા મળ્યાં હતા. ત્યાર બાદ ગામમાં ભારે હોબાળો થયો અને ગામનો લોકો અને પરિવાર ઘટના સ્થળે ભેગા થયા હતા.
મામલાની જાણકારી મળતાં સ્થિતિ ઘણી તણાવપૂર્ણ થઈ ગઈ હતી. ત્યાર બાદ ખુદાગંજ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બંનેની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોના પરિવાર અને ગામના લોકો પણ પહોંચ્યા હતા.
પૂછપરછ દરમિયાન યુવકે મહિલા સાથે જીવનભર રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. ગામમાં બનેલી આ ઘટના પછી પતિએ પોતાના પત્ની સાથે રહેવાથી ઇનકાર કરી દીધો હતો અને પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા.
પતિએ ગામની પાસે એક મંદિરમાં લઈને જઈને બંનેના લગ્ન કરાવી દીધા. આ દરમિયાન ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટના બાદ બાળકોએ પણ પોતાની મા સાથે ન રહેતા પોતાના પિતા સાથે રહેવાનું નક્કી કર્યું હતુ.