Last Updated on by Sampurna Samachar
કેરળ હાઇકેર્ટે પત્નીએ કરેલ તલાક માટે કરેલ અરજી સ્વીકારી
વર્ષ ૨૦૧૬ માં પતિ અને પત્નીના થયા હતા લગ્ન
(સંપૂર્ણ સમાચાર સેવા)
પતિ – પત્નીના સબંધમાં વિશ્વાસ અને સમજણ મહત્વના પાસા માનવામાં આવે છે. ત્યારે જો વિશ્વાસ અને સમજણ સબંધમાં ન હોય તો તે સબંધ નકામો થઇ જાય છે. આપણે આસપાસથી પતિ – પત્નીના સબંધો તૂટવાના કિસ્સા સાંભળતા હોઇએ છીએ ત્યારે આવો કિસ્સો કેરળમાંથી આવ્યો છે. જેમાં પતિ શારીરિક સંબંધો અને પારિવારિક જીવનમાં કોઈ રસ ન લેતા પત્નીએ તલાક લીધો છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કેરળ હાઈકોર્ટે (HIGHCOURT) તાજેતરમાં એક મહિલાના તલાકને મંજૂરી આપી છે. મહિલાએ ફરિયાદ કરી હતી કે તેનો પતિ શારીરિક સંબંધો અને પારિવારિક જીવનમાં કોઈ રસ લેતો નથી. તેના બદલે, તે મંદિરો અને આશ્રમોમાં જ ફરતો રહે છે. કોર્ટે આ વર્તનને માનસિક ક્રૂરતા ગણાવીને તલાકને યોગ્ય ગણાવ્યો હતો.
ધાર્મિક જુનૂન અને પત્નીને મજબૂર કરવું માનસિક ક્રૂરતા
બાર એન્ડ બેંચની રિપોર્ટ મુજબ, પતિ અને પત્નીના લગ્ન ૨૦૧૬ માં થયા હતા, પરંતુ ધીમે ધીમે સંબંધ બગડતો ગયો. પત્નીએ આરોપ મૂક્યો કે પતિ માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રહેતો, તેના સાથે સમય વિતાવતો ન હતો કે પછી શારીરિક સંબંધમાં અને બાળકો પેદા કરવા માટે કોઈ રસ ન દેખાડતો હતો. તે તેને જબરદસ્તી મંદિરે લઈ જતો અને તેની અભ્યાસ (પોસ્ટ ગ્રેજ્યુએશન) માં પણ પ્રોબ્લેમ લાવતો હતો.
આવા વર્તનથી અકળાયેલી પત્નીએ વર્ષ ૨૦૧૯ માં પહેલી વાર તલાક માટે અરજી કરી હતી પરંતુ પતિએ તેને બદલાઈ જશે એવું વચન આપ્યું હતું જોકે તે પછી પણ સુધર્યો ન હતો. આ માટે પત્નીએ ૨૦૨૨માં ફરીથી છૂટાછેડા માટે અરજી કરી હતી. જસ્ટિસ દેવન રામચંદ્રન અને જસ્ટિસ એમ.બી. સ્નેહલતાની બેંચે કહ્યું, લગ્ન કોઈને બીજા પર પોતાની માન્યતાઓ લાદવાનો લાયસન્સ નથી આપતું. અદાલતે કહ્યું કે પતિનો અતિશય ધાર્મિક જુનૂન અને પત્નીને મજબૂર કરવું માનસિક ક્રૂરતા છે. વૈવાહિક ફરજોની અવગણના અને શારીરિક સંબંધોનો ઇનકાર તલાકનો માન્ય આધાર છે. બેંચે કહ્યું, પતિના કારણે લગ્ન તૂટી ગયા છે, તેથી તલાક યોગ્ય છે.
પતિએ કોર્ટમાં દલીલ કરી કે તેના ધાર્મિક વિશ્વાસોને ખોટા રીતે સમજવામાં આવ્યા છે. તેણે આ પણ કહ્યું કે પત્ની પોતે અભ્યાસ પૂરો કરવા સુધી બાળકો ઇચ્છતી નથી. પરંતુ કોર્ટે પત્નીના પુરાવાઓને વધુ વિશ્વસનીય માન્યા. હિંદુ મેરેજ એક્ટની કલમ ૧૩(૧)(ૈટ્ઠ) હેઠળ, જો એક પતિ/પત્ની બીજા સાથે સતત અવગણનાપૂર્ણ વર્તન કરે, ભાવનાત્મક રીતે પીડિત કરે અથવા વૈવાહિક ફરજોમાંથી મોઢું ફેરવે, તો તેને માનસિક ક્રૂરતા માનવામાં આવે છે.