વેપારીઓ અને સામાન્ય જનતામાં ભારે રોષ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બાલેન શાહના આદેશના કારણે ભારતનેપાળ બોર્ડર પર વિવાદ

મહેસૂલના નામે સાંસ્કૃતિક સંબંધોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે આને મધેશ ક્ષેત્ર માટે અઘોષિત નાકાબંધી ગણાવાઈ રહી છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ભારત અને નેપાળ વચ્ચેના વર્ષો જૂના રોટીબેટીના સંબંધોમાં અત્યારે કડવાશ જોવા મળી રહી છે. નેપાળનીનવયુવાન સરકાર અને બાલેન શાહના નેતૃત્વવાળી ટીમે સરહદ પર કસ્ટમ નિયમો અત્યંત કડક બનાવતારક્સૌલબીરગંજ બોર્ડર પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

નેપાળ સરકારે ભન્સાર મહેસૂલ અધિનિયમ ૨૦૮૧ હેઠળ જાહેરાત કરી છે કે, હવે ભારતથી નેપાળમાં પ્રવેશતીવખતે રૂ.૧૦૦ થી વધુની કિંમતનો સામાન લાવનાર વ્યક્તિએ કસ્ટમ ડ્યુટી (ભન્સાર શુલ્ક) ચૂકવવો પડશે. બીરગંજ સરહદ પર આર્મ્ડ પોલીસ ફોર્સ (છઁહ્લ) દ્વારા માઈકિંગ કરીને અંગે સતત ચેતવણી આપવામાંઆવી રહી છે.

સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી

સામાન્ય જનતા અને મહિલાઓના બજેટ પર ફટકો પડી રહ્યો છે. નેપાળના સરહદી વિસ્તારોમાંરહેતા લોકો, ખાસ કરીને મહિલાઓ, ઘરવખરીનો સામાન ખરીદવા માટે બિહારના સરહદી શહેરોમાં આવતા હતા. નેપાળમાં મોંઘવારી વધારે હોવાથી લોકો બિહારથી સસ્તો સામાન ખરીદતા હતા. હવે જવાનો દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે સામાન્ય નાગરિકો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી છે.

કડક નિયમ સામે જન અધિકાર પાર્ટી અને અન્ય સંગઠનોએ વિરોધ શરૂ કર્યો છે. પાર્ટી અધ્યક્ષ ડો. શરદસિંહ યાદવના નેતૃત્વમાં શંકરાચાર્ય ગેટ અને વીરગંજ બોર્ડર પર જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધપક્ષોનું કહેવું છે કે, મહેસૂલના નામે સાંસ્કૃતિક સંબંધોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આને મધેશ ક્ષેત્રમાટે અઘોષિત નાકાબંધી ગણાવાઈ રહી છે.

માત્ર જનતા નહીં, પરંતુ નેપાળના સત્તા પક્ષમાં પણ નીતિનો વિરોધ શરૂ થયો છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીનાસાંસદોએ વડાપ્રધાન બાલેન શાહ અને ગૃહમંત્રી પાસે નીતિ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. કાઠમાંડુમાં પણ ટેક્સ નીતિ સામે દેખાવો થઈ રહ્યા છે.

વધતા તણાવને જોઈને મધેશ પ્રદેશના પોલીસ પ્રમુખ ગોવિંદ થપલિયાએ પોલીસને સૂચના આપી છે કે ઘરેલું સામાન લાવતા નાગરિકોને બિનજરૂરી પરેશાન કરવા અને સંવેદનશીલતા રાખવી.

બીરગંજ ઉદ્યોગવાણિજ્ય સંઘના ઉપાધ્યક્ષ માધવ રાજપાલનું માનવું છે કે શરૂઆતમાં તકલીફ પડશે, પરંતુ લાંબા ગાળેઆનાથી નેપાળના સ્થાનિક વેપારને ફાયદો થશે. સરકાર પગલાને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાટેનું પગલું ગણાવી રહી છે, પરંતુ સરહદી વિસ્તારોમાં આર્થિક અને માનસિક તણાવનું કારણ બની રહ્યુંછે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.