Last Updated on by Sampurna Samachar
ક્રૂડ ઓઈલ ૧૦૦ ડોલરને પાર, મંદી-મોંઘવારીનો ખતરો
આ ર્નિણયને પગલે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગત સપ્તાહના અંતે સીઝફાયર માટેની મંત્રણાઓ નિષ્ફળ ગયા બાદ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાની બંદરો પરસૈન્ય નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. આ ર્નિણયને પગલે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા સ્ટ્રેટઓફ હોર્મુઝને ફરીથી ખોલવા અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.

ઇરાને અગાઉ આ મહત્વપૂર્ણ જળમાર્ગમાંથી ટેન્કરોની અવરજવર લગભગ બંધ કરી દીધી હતી. માત્ર ઇરાનસાથે મિત્રતા ધરાવતા દેશોના જહાજોને જ ભારે ફી વસૂલીને પસાર થવા દેવામાં આવતા હતા. આ દબાણનેખતમ કરવા ટ્રમ્પ વહીવટીતંત્રે નાકાબંધીનો આકરો ર્નિણય લીધો છે.
નાકાબંધીની કાયદેસરતા નક્કી કરશે
નિષ્ણાતોના મતે, આ નાકાબંધીનો અમલ કરવો એ અમેરિકી નૌસેના માટે મોટો પડકાર છે. આ ઓપરેશન માટેયુએસ નેવીના મોટી સંખ્યામાં જહાજો અને જવાનોની જરૂર પડશે. અમેરિકન નૌસેનાને અનેક પ્રકારનાં રિસોર્સિસની જરૂરિયાત ઉભી થશે.
હાલમાં મધ્ય પૂર્વમાં અમેરિકાના ૧૬ યુદ્ધ જહાજો તૈનાત છે, પરંતુપેલેસ્ટાઈન કે ઇરાનના દરિયાકાંઠાના મુખ્ય ભાગમાં હાલ કોઈ જહાજ નથી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી વિશ્વના કુલતેલ વેપારનો ૨૦% હિસ્સો પસાર થાય છે. આટલા મોટા પાયે જહાજોના ટ્રાફિકને રોકવો કે નિયંત્રિત કરવો ભૌગોલિક રીતે મુશ્કેલ છે.
બધું જ નાકાબંધીના શરૂઆતના દિવસો પર ર્નિભર છે. અમેરિકા કેટલા જહાજોને જપ્ત કરી શકે છે અને અન્યદેશોના જહાજોને પસાર થતા કેટલા અટકાવી શકે છે, તેના પર સફળતાનો આધાર છે. તેવું નિષ્ણાંતો જણાવીરહ્યા છે.
નાકાબંધીના કાયદેસરપણા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ કોઈ પણ દેશ નાગરિકવસ્તીને ભૂખે મારવાના હેતુથી નાકાબંધી ન કરી શકે. ઇરાનમાં જતી માનવીય સહાયને મંજૂરી આપવી કે નહીં, તેઆ નાકાબંધીની કાયદેસરતા નક્કી કરશે.
કોઈપણ દેશના જહાજો સાથે ભેદભાવ વગર સમાન વર્તન કરવુંજરૂરી છે. પરંતુ આ સ્થિતિ જે પેદા થઇ છે તેના કારણે ક્રૂડની કિંમતમાં ભડકો જરૂર થશે અને સામાન્ય જનતા પરબોજ વધશે. આ તણાવની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે.
ક્રૂડ ઓઈલની કિંમત યુદ્ધ પહેલા તેલના ભાવ પ્રતિ બેરલ ઇં૭૦ હતા, જે હવે વધીને ઇં૧૦૦ ને પાર કરી ગયા છે. અમેરિકામાં ગેસોલિનના ભાવ ઇં૨.૯૮ થી વધીને સરેરાશ ઇં૪.૧૨ પ્રતિ ગેલન થઈ ગયા છે. ભારત અને ચીનજેવા એશિયન દેશો જે મધ્ય પૂર્વના તેલ આયાત પર ર્નિભર છે, તેમને સૌથી વધુ આર્થિક ફટકો પડી શકે છે.
માત્ર તેલ જ નહીં, પરંતુ અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે. જેમાં ખાતર કે જે દુનિયાનું ૩૦% આજળમાર્ગમાંથી પસાર થાય છે. જો પુરવઠો ખોરવાય તો વૈશ્વિક સ્તરે ખેતી અને અનાજના ઉત્પાદન પર માઠીઅસર પડશે. યુએઈ, કતાર અને બહેરીન જેવા દેશોમાં ખાદ્ય સામગ્રી મોંઘી થશે કારણ કે સામાન વિમાન દ્વારામંગાવવો પડશે. ઔદ્યોગિક કાચો માલ જેવા કે એલ્યુમિનિયમ અને પેઇન્ટ બનાવવા માટે વપરાતા કેમિકલ્સનોસપ્લાય પણ અટકી શકે છે.
નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ઇરાન આ નાકાબંધીનો જવાબ નેવલ માઈન્સ (દરિયાઈ સુરંગો), ઝડપીહુમલોકરી શકે તેવી બોટ અને મિસાઈલો દ્વારા આપી શકે છે. ઇઝરાયલ અને અમેરિકા સાથેના આ સંઘર્ષમાંઇરાન પર્સિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનમાં આવેલા અન્ય બંદરોને નિશાન બનાવવાની ધમકી આપી રહ્યુંછે. વૈશ્વિક બજારોએ હવે લાંબા સમય સુધી ઊંચા ભાવો અને આર્થિક અનિશ્ચિતતા માટે તૈયાર રહેવું પડશે. ભલે નાકાબંધી ટૂંકા ગાળા માટે હોય, પણ તેની અસર વર્ષો સુધી સપ્લાય ચેઇન પર જાેવા મળી શકે છે.