Last Updated on by Sampurna Samachar
ગુજરાતના મુદ્રા પોર્ટ પર આવતા જહાજ પર ઈરાનનો હુમલો
હુમલા છતાં ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની જળસીમા પાસે ત્રણ અલગ–અલગ વેપારી જહાજો પર ગોળીબારની ઘટના સામે આવીછે. રોયટર્સના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ હુમલા છતાં ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ હોવાના સમાચાર નથી અને તમામ સુરક્ષિત છે. રાહતની વાત એ છે કે જહાજોમાં આગ લાગવાની કે કોઈપણ પ્રકારનાપર્યાવરણીય નુકસાનના અહેવાલ મળ્યા નથી.

એવું કહેવાય છે કે, આ પૈકી અમુક જહાજ ગુજરાતના મુદ્રા પોર્ટપર આવી રહ્યા હતા. એક જહાજે રિપોર્ટ આપ્યો છે કે ફાયરિંગ પહેલા એક IRGC (ઈરાની રિવોલ્યુશનરીગાર્ડ કોર્પ્સ) ગનબોટ તેની ખૂબ નજીક આવી ગઈ હતી. આ ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગ પરસુરક્ષા સંબંધી ચિંતાઓને ફરી વધારી દીધી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે મધ્ય પૂર્વમાં પહેલેથી જઅસ્થિરતા પ્રવર્તી રહી છે.
ઉત્તર–પૂર્વમાં ગોળીબાર
રોયટર્સના જણાવ્યા અનુસાર, ઓમાનના ઉત્તર–પૂર્વમાં ગોળીબાર અને રોકેટ–પ્રોપેલ્ડ ગ્રેનેડ (ઇઁય્)થી હુમલોથયા બાદ, લાઇબેરિયાના ધ્વજ ધરાવતા એક કન્ટેઇનર જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે. UKMTO એજણાવ્યું કે જહાજના કેપ્ટને માહિતી આપી છે કે IRGC ની એક ગનબોટ તેમના જહાજની નજીક આવી રહીહતી. UKMTO મુજબ, ત્યારબાદ જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
જહાજના તમામ ક્રૂ સભ્યો સુરક્ષિતછે અને આ ઘટનાને કારણે જહાજમાં આગ લાગવાની કે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચવાની કોઈ ઘટના બનીનથી. દરિયાઈ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે તે ગનબોટ પર ત્રણ લોકો સવાર હતા. ગ્રીક સંચાલિત કન્ટેઇનરજહાજના કેપ્ટને એમ પણ જણાવ્યું હતું કે ઘટના પહેલા કોઈ રેડિયો સંપર્ક થયો ન હતો અને જહાજને શરૂઆતમાંએવી જાણકારી આપવામાં આવી હતી કે તેને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી છે.