Last Updated on by Sampurna Samachar
બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ જાહેર
વર્ષ ૨૦૧૮માં સમ્રાટ ચૌધરી ભાજપમાં જોડાયા અને આજે પ્રદેશ ભાજપમાં પ્રથમ હરોળના સ્થાન પરબિરાજ માન છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યસભાના સાંસદ બન્યા બાદ તેમણે મંગળવારે બિહારના મુખ્યમંત્રીપદેથી સ્વૈછિક રાજીનામું આપી દીધું છે. જે બાદ બિહારમાં નવી સરકાર રચવા કેન્દ્રીયમંત્રી પર્યવેશન શિવરાજસિંહના નેતૃત્વ હેઠળ બિહાર ભાજપના ધારાસભ્ય દળની બેઠળ મળી, જેમાં બિહારના નવા મુખ્યમંત્રીતરીકે સમ્રાટ ચૌધરીના નામ પર મહોર મારવામાં આવી.

સમ્રાટ ચૌધરી ભલે અલગ–અલગ પક્ષોમાંથી પસાર થઈને ભાજપમાં આવ્યા હોય, પરંતુ તેમને રાજકીયસફળતા અને નામના ભાજપમાં મળી. સમ્રાટ ચૌધરી પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ રાજકારણમાં આવ્યાહતા. તેમણે સમતા પાર્ટીથી પોતાની સફર શરૂ કરી અને ત્યારબાદ ઇત્નડ્ઢમાં જોડાયા. RJD માં તેઓ મંત્રીબન્યા, માં રહ્યા બાદ, તેઓ ૨૦૧૪માં JDUમાં જોડાયા અને જીતન રામ માંઝીની સરકારમાં મંત્રી શહેરી વિકાસ અને આવાસ વિભાગ બન્યા.
નીતીશ કુમારે ફરીથી NDA માં વાપસી કરી
વર્ષ ૨૦૧૮માં સમ્રાટ ચૌધરી ભાજપમાં જોડાયા અને પ્રદેશ ભાજપમાં પ્રથમ હરોળના સ્થાન પરબિરાજમાન છે. ૨૦૧૯માં જ્યારે નિત્યાનંદ રાય પ્રદેશ અધ્યક્ષ હતા, ત્યારે સમ્રાટ ચૌધરીને ઉપાધ્યક્ષ બનાવવામાંઆવ્યા હતા. ૨૦૨૦માં તેઓ ભાજપ તરફથી વિધાન પરિષદમાં પહોંચ્યા.
ઓગસ્ટ ૨૦૨૨માં જ્યારે નીતીશ કુમારેભાજપ સાથેનો છેડો ફાડીને ઇત્નડ્ઢ સાથે મહાગઠબંધન સરકાર બનાવી, ત્યારે સમ્રાટ ચૌધરીને ખરી રાજકીયઓળખ મળી. તેઓ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા બન્યા. વર્ષ ૨૦૨૩માં સમ્રાટ ચૌધરી ભાજપના પ્રદેશઅધ્યક્ષ બન્યા અને ત્યારબાદ જ્યારે નીતીશ કુમારે ફરીથી NDA માં વાપસી કરી, ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રીની ખુરશી સોંપવામાં આવી.
એટલું જ નહીં, ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષના નિશાના પરસૌથી વધુ સમ્રાટ ચૌધરી રહ્યા હતા, જેનું પરિણામ એ આવ્યું કે ની વાપસી થતા તેમને ફરીથી નાયબમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
સમ્રાટ ચૌધરી ૧૫ એપ્રિલ ૨૦૨૬, બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ઉલ્લેખનીય છેકે વર્ષ ૨૦૨૫ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૦૧ બેઠકમાથીં ૮૯ બેઠક જીતી હતી. ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી અને આટલી પ્રચંડ બેઠક અપાવવામાં સમ્રાટ ચૌધરીએ ખૂબ મહત્વનો રોલ ભજવ્યો હતો.
નીતિશ કુમારે આજે રાજ્યપાલને મળીને બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે તેમણે રાજીનામુંઆપતા પહેલા પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી જેમાં તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. તેમણે વર્ષ ૨૦૦૫થી અત્યાર સુધી બિહારના વિકાસ માટે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારથી હુંસત્તામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી મારાથી જ્યાં સુધી થઈ શક્યું ત્યાં સુધી મેં બિહાર માટે કર્યું છે. આદરમિયાન બેઠકમાં હાજર રહેલા અન્ય મંત્રીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
નીતીશ કુમારે નવી બનનારી સરકારને પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ખાતરી આપી હતી કે નવીસરકારને જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેમનું માર્ગદર્શન મળતું રહેશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બિહારમાંવિકાસની યોજનાઓ અટકવી જાેઈએ નહીં અને રાજ્ય પ્રગતિના પથ પર આગળ વધતું રહેવું જોઈએ.