પેપરલીક વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં ગુલબાંગો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ પ્રક્રિયાની આપી માહિતી

દેશમાં NEET-UG પરીક્ષા યોજવા માટે સિસ્ટમ સુરક્ષિત

(સંપૂર્ણ સમાચાર સેવા)

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે દેશમાં NEET-UG પરીક્ષા યોજવા માટે હાલમાં જે સિસ્ટમ કાર્યરત છે તે સંપૂર્ણપણે ફૂલ પ્રૂફ એટલે કે સુરક્ષિત છે. જોકે, સરકારે સ્વીકાર્યું હતું કે આ આખી પ્રક્રિયા દરમિયાન કોઈને કોઈ તબક્કે માનવીય હસ્તક્ષેપ તો રહે જ છે. સરકાર વતી રજૂઆત કરતાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ પ્રશ્નપત્ર તૈયાર કરવાથી લઈને તેને પ્રિન્ટિંગ પ્રેસ સુધી પહોંચાડવાની જટિલ પ્રક્રિયાની વિગતવાર માહિતી આપી હતી.

તુષાર મહેતાએ ૧૦૦ પ્રશ્નો ધરાવતા ફિઝિક્સના પેપરનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, સૌથી પહેલા મોડરેટર્સના વિવિધ ગ્રુપ ભેગા મળીને ૫૦૦ પ્રશ્નોની એક ક્વેશ્ચન બેંક તૈયાર કરે છે. ત્યારબાદ અન્ય મોડરેટર્સ આ બેંકમાંથી ૧૦૦-૧૦૦ પ્રશ્નો પસંદ કરીને અલગ-અલગ ૪ પ્રશ્નપત્ર તૈયાર કરે છે.  આ ૪ પેપરમાંથી નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડાયરેક્ટર જનરલ કોઈપણ ૨ પેપરની આખરી પસંદગી કરે છે.

માત્ર પરીક્ષા ખંડમાં સીલ તોડીને જ ખોલી શકાય

પસંદ કરાયેલા પેપરોને સીસીટીવી કેમેરા અને સીઆઈએસએફની કડક સુરક્ષા વચ્ચે સીલબંધ બોક્સમાં બે અલગ-અલગ પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલવામાં આવે છે. આ બોક્સના ઈન્ચાર્જ પાસે ડિજિટલ ચાવી હોય છે. પ્રિન્ટિંગ પ્રેસના માલિક એનટીએના ડીજી સાથે સંપર્ક કરીને ગુપ્ત કોડ મેળવે તે પછી જ આ બોક્સ ખોલી શકાય છે.

એકવાર બોક્સ ખુલી જાય તે પછી કોઈપણ બહારની વ્યક્તિને પ્રેસની અંદર પ્રવેશવા દેવામાં આવતી નથી અને આખી પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે. સોલિસિટર જનરલે કહ્યું હતું કે, પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતી વ્યક્તિને પણ એ વાતની જાણ હોતી નથી કે કયા પ્રશ્નપત્રો કયા પરીક્ષા કેન્દ્ર પર મોકલવામાં આવશે.

તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, પ્રશ્નપત્ર અને ઓએમઆર શીટને અત્યંત સુરક્ષિત સીલબંધ કવરમાં રાખવામાં આવે છે, જેને માત્ર પરીક્ષા ખંડમાં સીલ તોડીને જ ખોલી શકાય છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.