Last Updated on by Sampurna Samachar
હવે માસિક પગારમાં ૧૪,૦૦૦ રૂપિયાથી ૧૯,૦૦૦ વધારો
આઠમાં પગાર પંચના લાગૂ થયા બાદ થશે ફાયદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આઠમાં પગાર પંચના લાગૂ થયા બાદ તેમના માસિક પગારમાં ૧૪,૦૦૦ રૂપિયાથી ૧૯,૦૦૦ રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. આ અનુમાન GOLDMAN SACHS ના એક રિપોર્ટમાં લગાવવામાં આવ્યું છે.
જે રિપોર્ટ મુજબ આઠમાં પગાર પંચની રચના એપ્રિલ ૨૦૨૫ માં થાય તેવી શક્યતા છે અને તેની ભલામણો ૨૦૨૬ કે ૨૦૨૭ માં લાગૂ થઈ શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનો સરેરાશ મંથલી પગાર એક લાખ રૂપિયા હોય છે. જો આઠમા પગાર પંચની ભલામણો લાગૂ થાય તો આ પગાર ૧૪-૧૯ % સુધી વધી શકે છે.
GOLDMAN SACHS એ જણાવી ત્રણ સંભાવનાઓ
– જો સરકાર ૧.૭૫ લાખ કરોડ રૂપિયા ફાળવણી કરે તો મંથલી પગાર ૧૪,૬૦૦ રૂપિયા વધશે.
– જો સરકાર ૨ લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખે તો મંથલી પગાર ૧૬,૭૦૦ રૂપિયા વધશે.
– જો સરકાર ૨.૨૫ લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખે તો મંથલી પગાર ૧૮,૮૦૦ રૂપિયા વધશે.
૫૦ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેનો લાભ મળશે. ૬૫ લાખથી વધુ પેન્શનર્સને પણ પેન્શન વધારાનો ફાયદો થશે. ગત સાતમા પગાર પંચમાં ૧.૦૨ લાખ કરોડ રૂપિયાનો ખર્ચો આવ્યો હતો જ્યારે આ વખતે સરકાર તેમાં વધુ બજેટની ફાળવણી કરી શકે છે.
અત્રે જણાવવાનું કે ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ કેન્દ્રીય કેબિનેટે આઠમાં પગાર પંચને મંજૂરી આપી હતી. અધ્યક્ષ, સદસ્ય, અને નિયમ તથા શરતો હજુ નક્કી થઈ નથી. પંચનો રિપોર્ટ આવ્યા બાદ જ નવા સેલરી સ્ટ્રક્ચર પર અંતિમ ર્નિણય લેવાશે.
ફિટમેન્ટ ફેક્ટર એ મલ્ટીપલ છે જેનાથી ન્યૂનતમ પગારને વધારવામાં આવે છે. સાતમાં પગાર પંચમાં તે ૨.૫૭ હતું જેનાથી લઘુત્તમ પગાર ૭,૦૦૦ રૂપિયાથી વધીને ૧૮,૦૦૦ રૂપિયા થઈ ગયો હતો. જાે આઠમા પગાર પંચમાં પણ ફિટમેન્ટ ફેક્ટર ૨.૫૭ લાગૂ થાય તો લઘુત્તમ પગાર ૪૬,૨૬૦ રૂપિયા થઈ જશે. પેન્શન પણ ૯,૦૦૦ થી વધીને ૨૩,૧૩૦ રૂપિયા થઈ જાય. જાે કે કેટલાક એક્સપર્ટ્સનું માનવું છે કે ફિટમેન્ટ ફેક્ટર ૧.૯૨ પણ હોઈ શકે છે. જેનાથી લઘુત્તમ પગાર ૩૪,૫૬૦ રૂપિયા સુધી વધી શકે.
નેશનલ કાઉન્સિલ જાેઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીના સચિવે કહ્યું કે ફિટમેન્ટ ફેક્ટર ૨.૫૭ કે તેનાથી વધુ હોવું જાેઈએ. પૂર્વ નાણા સચિવ સુભાષ ગર્ગના જણાવ્યાં મુજબ ૨.૮૬ ફિટમેન્ટ ફેક્ટરની માંગણી અવ્યવહારિક છે અને તે ૧.૯૨ ની આસપાસ રહી શકે છે.
આઠમાં પગાર પંચના લાગૂ થયા બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં મોટો વધારો જાેવા મળી શકે છે. તેનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને સીધો ફાયદો થશે. જાે કે અંતિમ ર્નિણય પગાર અંગે સરકારના બજેટ અને પંચની ભલામણો પર ર્નિભર રહેશે.