Last Updated on by Sampurna Samachar
ચાંદીના ભાવમાં ૪,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો
સોનું એ માત્ર રોકાણનું સાધન નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોનાની કિંમતમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં સોનું લગભગ ૭૦૦ રૂપિયા સસ્તું થયું છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનું ૯૦,૬૦૦ રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. ૨૨ કેરેટ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૮૩,૦૦૦ રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના ભાવમાં ૪,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.
વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં ૧૦,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૮૩,૨૪૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૯૦,૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતી. મુંબઈમાં ૨૨ કેરેટ સોનું ૮૩,૦૯૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનું ૯૦,૬૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.
સોનાના ભાવમાં વધ-ઘટ પર અનેક કારણ જવાબદાર
નવા યુએસ ટેરિફ લાદવા અને વધતા વેપાર યુદ્ધને કારણે સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો. સવારે સોનાની કિંમતમાં ૧૬૦૦ રૂપિયાનો ઘટાડો થયો હતો, જેણે રોકાણકારોને મોટો આંચકો આપ્યો હતો. નિષ્ણાતો કહે છે કે રોકાણકારો અન્ય અસરગ્રસ્ત એસેટમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સોનું વેચી રહ્યા છે, જેના કારણે તેના ભાવમાં સતત ઘટાડો થવાની સંભાવના છે.
આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યાં સોનું પ્રતિ ગ્રામ ૩૧૬૩ ડોલરથી ઘટીને ૩૧૦૦ ડોલર પ્રતિ ગ્રામ પર આવી ગયું હતું. ભારતમાં સોનાના ભાવ વૈશ્વિક બજાર દરો, આયાત જકાત, કર અને ચલણ વિનિમય દરોમાં થતી વધઘટ પર આધાર રાખે છે, જે તેના દરોને દરરોજ અસર કરે છે.
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.