Last Updated on by Sampurna Samachar
મહિલાનુ ફ્લાઇટમાં જ થયુ મોત
મહિલા મુંબઈ થી વારાણસી જઇ રહ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટનું રાત્રે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના ચિકલથાણા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર ૮૯ વર્ષીય એક મહિલાની તબિયત બગડ્યા બાદ આ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે, એરપોર્ટ પરના ડૉક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી એટલે કે મહિલાનું મૃત્યુ ફ્લાઇટમાં જ થયું હતું.
મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની રહેવાસી સુશીલા દેવી નામની એક વૃદ્ધ મહિલા મુંબઈથી વારાણસી જતી ફ્લાઇટમાં બેસી હતી અને મુંબઈથી પોતાની મુસાફરી શરૂ કરી હતી. ફ્લાઇટ દરમિયાન તેમની તબિયત અચાનક બગડી ગઈ.
દુ:ખદ ઘટના પર લોકોએ શોક વ્યક્ત કર્યો
ક્રૂ મેમ્બર્સે તાત્કાલિક પાઇલટને જાણ કરી, ત્યારબાદ વિમાનને છત્રપતિ સંભાજીનગરના ચિકલથાણા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું.એરપોર્ટ પર હાજર મેડિકલ ટીમે મહિલાને મૃત જાહેર કરી. આ ઘટના બાદ મુસાફરોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. એરલાઇને આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.