Last Updated on by Sampurna Samachar
ફ્લાઇટમાં ૨૫૦ મુસાફરો સહિત ક્રુ મેમ્બર હતા સામેલ
પાઇલટે ATC ને પ્લેનમાં ટેકનિકલ ખામી અંગે જણાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના જયપુરથી એક ફ્લાઈટનું ચેન્નાઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.. ફ્લાઇટે જયપુર એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેનું ચેન્નાઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જેના કારણે પ્લેનમાં સવાર લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ફ્લાઇટ જયપુર એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.
રાજસ્થાનના જયપુરથી એક ફ્લાઈટનું ચેન્નાઈ એરપોર્ટ (AIRPORT) પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટે જયપુર એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેનું ચેન્નાઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. લેન્ડિંગ સવારે લગભગ ૫.૪૬ વાગ્યે થયું હતું.
પ્લેનનુ વ્હીલ તૂટેલુ જણાયુ હતું
પ્રાથમિક તપાસમાં વિમાનનું વ્હીલ તુટેલું જણાયું હતું. તેમ છતાં પ્લેનમાં ટેકનિકલ ખામીના કારણોની શોધ હજુ ચાલુ છે. આ પ્લેન સ્પાઈસ જેટ એરલાઈનનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાઇલટે ATC ને પ્લેનમાં ટેકનિકલ ખામી અંગે જાણ કરી હતી, ત્યારબાદ પ્લેનને અધવચ્ચે પરત ફરવાની સૂચના આપવામાં આવી હતી અને અપ્રિય ઘટનાના ડરથી પ્લેનને રસ્તામાં ચેન્નાઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. વિમાનમાં લગભગ ૨૫૦ મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા, જેમને ઈમરજન્સી ગેટ પરથી બચાવી લેવામાં આવ્યા હતા.