Last Updated on by Sampurna Samachar
રાધિકા જાતિથી બહાર લગ્ન કરવા માંગતી હતી
સ્ટેટ લેવલની ટેનિસ ખેલાડી હતી રાધિકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાધિકા યાદવ મર્ડર કેસની ચર્ચા હાલમાં ખૂબ થઈ રહી છે. આ કેસે દેશને હચમચાવી નાખ્યો છે. લોકો તેની સાથે જોડાયેલી દરેક નાની મોટી અપડેટ જાણવા માંગે છે. પોલીસનું કહેવું છે કે રાધિકાના પિતાએ જ તેને મોતને ઘાટ ઉતારી દીધી. આરોપી પિતા દીપક યાદવે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, દીપક પોતાની દીકરી રાધિકાના ટેનિસ એકેડમી ખોલવાના ર્નિણયથી નારાજ હતો. પોલીસનું તો એવું પણ કહેવું છે કે, તેમણે કેટલીયે વાર પોતાની દીકરીને સમજાવી હતી કે તે એકેડમી બંધ કરી દે, પણ રાધિકા માની નહીં. રાધિકા સ્ટેટ લેવલની ટેનિસ ખેલાડી હતી. પિતાએ તેને ચાર ગોળી ધરબી દીધી હતી. તે સમયે તે નાસ્તો બનાવી રહી હતી. આ કેસમાં ક્ષણે ક્ષણે નવી નવી વાતો સામે આવી રહી છે.
જૂના રૂઢિચુસ્ત વિચારોવાળા વ્યક્તિ હતા પિતા
કહેવાય છે કે, રાધિકા પોતાની જાતિથી બહાર લગ્ન કરવા માંગતી હતી. તેના પિતા આ વાતે નારાજ હતા. રાધિકાના ગામ વઝીરાબાદના એક પાડોશીએ જણાવ્યું કે દીપક રાધિકાની પસંદના જીવનસાથીથી ખુશ નહોતો. ૪૭ વર્ષીય પાડોશીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું છે કે, રાધિકા પોતાની જાતિથી બહાર લગ્ન કરવા માંગતી હતી, પણ તેના પિતા તેને જાતિમાં જ લગ્ન કરાવવા માંગતા હતા. તેઓ જૂના રૂઢિચુસ્ત વિચારોવાળા વ્યક્તિ હતા. આ બાજુ રાધિકાની મા મંજૂ યાદવે પોલીસને નિવેદન આપવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે, ભલે તે ઘટના સમયે ફ્લેટમાં હતી, પણ તેને તાવ હતો અને તેણે કંઈ જોયું નથી.
ગુરુગ્રામ પોલીસના જનસંપર્ક અધિકારી સંદીપ કુમારના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન દીપકે સ્વીકાર કર્યો કે તેણે હત્યાની યોજના પહેલાથી બનાવી હતી. જો કે, તેણે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યું નથી, પુષ્ટિ કરી કે તેની પત્નીને આ પ્લાનની જાણકારી હતી. પણ એવું લાગે છે કે તેની પાસે ઘણી જાણકારી હતી.
રાધિકા યાદવ છેલ્લા એક વર્ષથી કલાકાર સાથે એક મ્યુઝિક વીડિયોમાં દેખાઈ હતી. કેટલાય લોકોનો દાવો છે કે, આ વીડિયોના કારણે ઘરમાં તણાવ રહેતો હતો. પોલીસનું કહેવું છે કે તમામ પાસાં પર તપાસ થઈ રહી છે. દીપકના પિતરાઈ ભાઈ રાજ કુમાર યાદવનું કહેવું છે કે, આ એકદમ ખોટું છે કે તે આર્થિક રીતે નબળો હતો. દીપક અને તેના પરિવારને પોતાનું કામ છે, તેમની પાસે સંપત્તિ છે અને પીજી ચલાવે છે. ગામમાં તેમની પાસે ખેતીની જમીન છે. એવું કહેવું ખોટું છે કે તે પોતાની દીકરીની કમાણી પર જીવતા હતા.