Last Updated on by Sampurna Samachar
ક્રાઈમ બ્રાન્ચે આરોપી ચિંતન વાઘેલાની ધરપકડ કરી
યુવકે યુવતીને ગળે ટુંપો દઇ કરી હત્યાનો ખુલાસો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂડ કોર્ટમાં નોકરી કરતી ૨૩ વર્ષની મહિલાનો મૃતદેહ હાસોલ ચોકી સામે આવેલી હોટેલમાંથી મળી આવ્યો હતો. હાલ, મહિલાની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. એરપોર્ટ પોલીસે હોટેલના સીસીટીવી ફૂટેજ અને FSL ની મદદથી વઘુ તપાસ શરુ કરી છે.
અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી ચિંતન વાઘેલાની ધરપકડ કરી છે. તાજેતરમાં તંદુર પેલેસ હોટેલમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમાં પૈસાની લેતી દેતીમાં યુવતીની હત્યા કરી આરોપી ફરાર થયો હતો. જે કેસનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી કાઢ્યો છે. જેમાં ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો અને તેને જ ગળેટૂંપો દઈ યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂટ કોર્ટમાં નોકરી કરતી હતી
મૂળ ઉત્તર પ્રદેશના કાજીપુર સંત કબીર નગરની રહેવાસી અને હાલ રામોલ મદની રહેવાસી ૨૩ વર્ષીય નસરીનબાનુ ફિરોજ અખ્તરભાઈ અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂટ કોર્ટમાં નોકરી કરતી હતી. જ્યાં એરપોર્ટ પોલીસને એરપોર્ટ નજીક હાસોલ ચોકી સામે હોટેલ તંદુર પેલેસના રૂમમાંથી તેની લાશ મળી હોવાની જાણ થઈ હતી.