Last Updated on by Sampurna Samachar
૧૯ જૂનના રોજ ચૂંટણી અને ૨૩ જૂનના દિવસે મતગણતરી
કોંગ્રેસે ચાર-ચાર પ્રભારીઓના નામની કરી જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ચૂંટણી પંચે કડી અને વિસાવદર બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે, આગામી ૧૯ જૂનના રોજ અહીં ચૂંટણી યોજાશે, અને ૨૩ જૂનના દિવસે મતગણતરી હાથ ધરાશે.
ખાસ વાત છે કે, બંન્ને બેઠકો છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી હતી. જોકે, પેટા ચૂંટણીની જાહેરાત થતા જ કોંગ્રેસ એક્શનમાં આવી છે, બંન્ને બેઠકો પર પોતાના પ્રભારીઓની નિમણૂંક કરી દીધી છે. શક્તિસિંહે ગોહિલે ચાર-ચાર પ્રભારીઓના નામની જાહેરાત કરી દીધી છે.
વિસાવદર અને કડી બંન્ને બેઠક જીતવા માટે ચૂંટણી લડીશું
ગુજરાતમાં બે કડી અને વિસાવદર બે બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થતાં જ કોંગ્રેસ એક્શનમાં આવી છે, ગુજરાત કોંગ્રેસને પ્રદેશ અધ્યક્ષે પ્રેસ કૉન્ફરન્સ યોજીને પેટા ચૂંટણી અંગે રણનીતિની માહિતી આપી હતી. શક્તિસિંહ ગોહિલે ચૂંટણીની જાહેરાત થતા જ કડી અને વિસાવદર માટે પ્રભારીની જાહેરાત કરી છે, કોંગ્રેસે આજે કડી અને વિસાવદર બેઠક માટે કોંગ્રેસના ૪-૪ પ્રભારીની જાહેરાત કરી છે.
જેમાં વિસાવદર બેઠક માટે પૂંજા વંશ, પરેશ ધાનાણી, ઈંદ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયાના નામો જાહેર કર્યા છે, જ્યારે કડી બેઠક માટે ગેનીબેન ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, કિરીટ પટેલ અને રઘુ દેસાઈને પ્રભારી તરીકે જાહેર કર્યા છે. ચૂંટણીની જાહેરાતની સાથે જ કોંગ્રેસે એક્શન લીધી છે. શક્તિસિંહે આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમે વિસાવદર અને કડી બન્ને બેઠક જીતવા માટે ચૂંટણી લડીશું.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ભાજપ પર ગર્જ્યા હતા, તેમને ભાજપના નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને કોંગ્રેસના કાર્યકરોને જનતાના પ્રશ્નો માટે લડતા કાર્યકરો ગણાવ્યા હતા. પાકિસ્તાન સાથે સીઝ ફાયર મુદ્દે શક્તિસિંહે આરોપો લગાવ્યા. ઓપરેશન સિંદૂરને લઈને શક્તિસિંહના સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આતંકવાદ, વિદેશ નીતિના નામે કોંગ્રેસ ક્યારે રાજનીતિ નથી કરી.