Last Updated on by Sampurna Samachar
પહેલા નેપાળ અને પાકિસ્તનમાં પણ ભૂકંપ અનુભવાયો
આસામમાં અગાઉ ફ્રેબ્રુઆરીમાં આવ્યો હતો ભૂકંપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
છેલ્લા એક વર્ષમાં વિશ્વમાં ઘણા સ્થળોએ ભૂકંપના આંચકા જોવા મળ્યા હતા. હવે ભારતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. એક રિપોર્ટ પ્રમાણે આસામમાં સવારે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનાહાનિના સમાચાર મળ્યા નથી. ભારત પહેલા હાલમાં નેપાળ અને પાકિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો હતો. નેપાળમાં ૩.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

યુએસ જિયોલોજીકલ સર્વેના એક રિપોર્ટ પ્રમાણે આસામના માંજામાં સવારે લગભગ ૯.૨૨ વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ૪.૨ માપવામાં આવી હતી. જેના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. આસામમાં અગાઉ ફેબ્રુઆરીમાં ભૂકંપ આવ્યો હતો.
લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા
રિપોર્ટ્સ પ્રમાણે ભૂકંપની તીવ્રતા ૫.૦ માપવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં ગુવાહાટી, નાગાવ અને તેજપુરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેપાળમાં ૩૦ જૂને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર તીવ્રતા ૩,૯ હતી. અચાનક આવેલા ભૂકંપને કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. પાકિસ્તાનમાં ૨૯ જૂને ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેની રેક્ટર સ્કેલ પર તીવ્રતા ૫.૩ માપવામાં આવી હતી.