ત્રણ પૈકી એક હુમલાખોરે ચપ્પુ ડોકટરની પાંસળીમાં ઘુસાડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દરિયાપુરમાં હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. દરિયાપુરની લોખંડવાલા હોસ્પિટલમાં રવિવારે ત્રણ યુવક રાતના સમયે આવ્યા જેમાંથી એક યુવકને ગંભીર ઈજાના નિશાન હોવાથી ડોકટરે પોલીસ કેસનો મામલો છે.
સરકારી દવાખાનામાં સારવાર લેવાનું જણાવતા આવેલા ત્રણમાંથી એક યુવકે ડોક્ટરને પાંસળીના ભાગે ચાકુનો ઘા મારીને ત્રણેય યુવકો ફરાર થઇ ગયા હતા. આ અંગે ડોકટરે સારવાર લીધા બાદ અજાણ્યા ત્રણ યુવક સામે દરિયાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મોરબીના વતની અને હાલ શહેરના દરિયાપુરમાં આવેલ લોખંડવાલા હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરતા સફવાન બાદી હોસ્પિટલમાં હાજર હતા. ત્યારે રાતના નવ વાગ્યાના અરસામાં ૨૫ થી ૩૦ વર્ષના અજાણ્યા ત્રણ યુવકો હોસ્પિટલમાં આવ્યા હતા. જે યુવકો હોસ્પિટલમાં આવ્યા હતા. તેમાથી એક યુવકને શરીર પર ગંભીર ઈજાના નિશાન હોવાથી ડોકટરે જણાવ્યું કે હોસ્પિટલમાં હાલ કોઈ સર્જન હાજર નથી એટલે ઘાયલ યુવકને સારવાર માટે સરકારી દવાખાનામાં લઇ જવો પડશે અને પોલીસ કેસ લાગે છે માટે અમે સારવાર કરી શકીશું નહી.
અચાનક જ ત્રણેય યુવક ઉશ્કેરાઈ ગયા અને ડોક્ટર સહિત હોસ્પિટલમાં હાજર સ્ટાફ સાથે તકરાર કરવા લાગ્યા હતા. જોતજોતામાં હોસ્પિટલમાં સારવાર માટે આવેલા ત્રણ યુવકમાં થી એક યુવકે તેના પેટમાંથી ચપ્પુ કાઢીને ડોક્ટર સફવાન વાદીના પાંસળીના ભાગે ચાકુનો એક ઘા મારી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં બુમાબુમ થતા અજાણ્યા ત્રણેય યુવકો નાસી છુટ્યા હતા. ત્યારબાદ ઘાયલ ડોકટરને ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં આગળ ડોકટરે સારવાર લીધા બાદ સમગ્ર મામલે દરિયાપુર પોલીસ મથકે અજાણ્યા ત્રણ યુવકો વિરુદ્ધ ડોકટરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીની ધરપકડ બાદ હવે વધુ ખુલાસો થશે કે હુમલા કરવા પાછળ નું કારણ શું હતું.