Last Updated on by Sampurna Samachar
સેનાના ત્રણેય વડાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત
અગાઉ PM મોદીએ આદમપુર એરબેઝની કરી હતી મુલાકાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં યુદ્ધ વિરામ બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા છે. જે બાદ રાષ્ટ્રપતિભવન ખાતે સેનાના ત્રણેય વડા અને CDS એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓપરેશન સિંદૂર અને ભારતીય સેનાની પ્રશંસા કરી.
મળતી માહિતી મુજબ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાત લેશે. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ભૂજ એરબેઝની મુલાકાત લેશે. રાજનાથ સિંહનો આ પ્રવાસ બે દિવસ એટલે કે રહેશે. ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારની ગુજરાત મુલાકાત દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રાજ્યની ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારની મુલાકાત લેશે.
સેના સંપૂર્ણ સતર્કતા સાથે કરી રહી છે કામ
ઓપરેશન સિંદૂર બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમને અમારા સૈનિકો પર ગર્વ છે. આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોમાં સક્રિય આતંકવાદીઓને ખતમ કરવાનો છે અને હજુ પણ ઓપરેશન સિંદૂર ચાલુ છે.
સેના સંપૂર્ણ સતર્કતા સાથે કામ કરી રહી છે. ત્યારે PM મોદીએ પાકિસ્તાનની સરહદથી માત્ર ૧૦૦ કિમી દૂર સ્થિત આદમપુર એરબેઝ પર સૈનિકોને સંબોધન કરવા દરમિયાન આતંકવાદીઓ અને તેમના જન્મદાતા પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી.