Last Updated on by Sampurna Samachar
કોમેડિયન કૃષ્ણા અભિષેકે દુ:ખદ ખબરને કારણે ઇવેન્ટ પોસ્ટપોન કર્યો
જલદી જ શોને રીશેડ્યુઅલ કરશે કૃષ્ણાએ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોમેડિયન રાજીવ ઠાકુરના પિતાના નિધનના સમાચાર સામે આવ્યા છે. આ વિશેની જાણ તેમના મિત્ર અને કોમેડિયન કૃષ્ણા અભિષેકે કન્ફર્મ કર્યું છે. આ કારણે ઇન્દોર ઇવેન્ટ પણ કેન્સલ કરવી પડી છે. જોકે અત્યાર સુધી એ કન્ફર્મ નથી થયું કે રાજીવ ઠાકુરનાં પિતાને શું થયું હતું?

કૃષ્ણાએ આ દુ:ખદ ખબર શેર કરતા ફેન્સને અપડેટ આપી છે કે તે હજુ ઇન્દોર પહોંચ્યા જ છે ત્યાં એ વાતની જાણ થઈ કે રાજીવ ઠાકુરનાં પિતાનું નિધન થયું છે. તે પોતે મારી સાથે ઇન્દોર ઇવેન્ટમાં પરફોર્મ કરવાના હતા, પરંતુ હવે આ દુ:ખદ ખબરને કારણે ઇવેન્ટ પોસ્ટપોન કરી છે.
થોડા સમય પહેલાં રાજીવે પિતાનો બર્થડે ઉજવ્યો
ઇન્દોર શો વિશે કૃષ્ણાએ ફેન્સને જણાવ્યું કે, આ દુ:ખદ ખબરને કારણે શો કેન્સલ કરવો પડ્યો છે. જે ફેન્સે શોની ટિકિટ ખરીદી છે તેમના પૈસા બરબાદ થશે નહીં. તેઓ જલદી જ શોને રીશેડ્યુઅલ કરશે. આમ, ફેન્સને સપોર્ટ કર્યો અને સાથે કહ્યું કે તે જલદી જ નવી તારીખનું એલાન કરશે.
કૃષ્ણા પછી શોનાં ઓર્ગેનાઈઝરે એનાઉન્સ કર્યું કે કાર્યક્રમ જલદી જ રીશેડ્યુઅલ કરવામાં આવશે. તેમણે ઓફિશિયલી સ્ટેટમેન્ટ જારી કર્યું છે. આ સાથે જણાવ્યું કે, ભારે હૃદય સાથે જણાવવું પડી રહ્યું છે કે, જે લોકોએ ટિકિટ બુક કરાવી છે તે દુ:ખી છે. અચાનક આવેલી તકલીફોને કારણે શો પોસ્ટપોન કરવો પડ્યો છે. અમે દરેકનાં પૈસા રિફન્ડ કરી દઈશું અને જલદી શોને બીજીવાર રીશેડ્યુઅલ કરીશું.
રાજીવ ઠાકુર કપિલ શર્મા શોથી ખૂબ ચર્ચામાં આવ્યો છે. શો સિવાય તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હંમેશા તેમણે પરિવારનાં લોકોને પ્રાઈવેટ રાખ્યાં છે. ક્યારેક-ક્યારેક ઇન્સ્ટાગ્રામ પર ફેમિલીની સાથે ફોટો શેર કરતા હોય છે. થોડા સમય પહેલાં ડિસેમ્બર ૨૦૨૫ માં તેમણે પિતાનાં ૭૦માં બર્થડેનો ફોટો શેર કર્યો હતો. આમ, વાત કરવામાં આવે તો રાજીવ ઠાકુર આજે લાખો લોકોનાં દિલમાં રાજ કરે છે.