Last Updated on by Sampurna Samachar
“મહાભારત” માં કૃપીની ભૂમિકા ભજવનાર દિગ્ગજ એક્ટ્રેસ આશા સિંહનું નિધન
આશા સિંહના દિકરા આકાશ સિંહે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. બી.આર. ચોપરાની આઇકોનિક સીરિયલ મહાભારત સહિત અનેક હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આશા સિંહ જયસવાલનુ નિધન થયુ છે. આશાજીનાં દીકરા આકાશ સિંહે આ વિશેની જાણકારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આશા સિંહ જયસવાલ છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા. દીકરા આકાશ સિંહે તેમની માતા અને વેટરન એક્ટ્રેસ માટે લખ્યું છે કે- સામાજિક કાર્યકર અને ભારતનાં પ્રથમ મહિલા મિમિક્રી કલાકાર અને ભારતનાં પ્રથમ આંતરરાષ્ટ્રીય એન્ટરટેઇનમેન્ટ મેનેજમેન્ટ કંપની આશા ઇવેન્ટ્સ એન્ડ ફિલ્મ્સનાં સંસ્થાપક, માલિક અને સંચાલકનું ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ નાં રોજ નિધન થયું છે.
વર્ષ ૧૯૭૦થી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા આશાજી
આશાજી તે એક બહુ મહેનતું અને મજબૂત મહિલા હતા. તમે બધા તેમનાં આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરો. આ સાથે જ સોશિયલ મીડિયા પર તેમનાં કામને જરૂર જુઓ અને યાદ કરો. તેમને તેમની લાઇફમાં ખૂબ કામ કર્યું હતું. આ કામ જ તેમનાં મૃત્યુ પછી તેમને શાંતિ અને મોક્ષ અપાવશે.
આશા સિંહે મહાભારત સીરિયલમાં કૃપીનો રોલ કર્યો હતો, જે ગુરુ કૃપાચાર્યની બહેન, ગુરુ દ્રોણાચાર્યની પત્ની અને યોદ્ધા અશ્વત્થામાની માતા હતી. વર્ષ ૧૯૭૦થી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા. ટીવીની દુનિયામાં એક ફેમસ નામ હતું. જોકે અભિનેત્રીનાં નિધનથી અનેક લોકો દુખી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમનાં યોગદાનને કદાચ કોઈ ભૂલી શકશે નહીં. આશા સિંહે તેમનાં કરિયરમાં અનેક પ્રકારની ભૂમિકાઓ નિભાવી હતી. આશા સિંહની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ પડતી હતી. આશા સિંહનાં નિધનથી ફિલ્મ અને ટીવી જગતે એક અનુભવી કલાકાર ખોઈ દીધા છે.