Last Updated on by Sampurna Samachar
હરિદ્વારના ઔરંગઝેબપુરને શિવાજી નગર નામ અપાયું
હમણાંથી ઔરંગઝેબને લઇને થઇ રહી ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં સ્થિત વિવિધ સ્થળોના નામો બદલવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આ નામકરણ લોકોની ભાવના અને ભારતીય સંસ્કૃતિ અને વારસા અનુસાર કરવામાં આવી રહ્યા છે. આનાથી લોકો ભારતીય સંસ્કૃતિ અને તેના સંરક્ષણમાં યોગદાન આપનારા મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈ શકશે.
હરિદ્વાર જિલ્લો
ઔરંગઝેબપુર – શિવાજી નગર
ગાઝીવાલી – આર્ય નગર
ચાંદપુર- જ્યોતિબા ફૂલે નગર
મોહમ્મદપુર જાટ – મોહનપુર જાટ
ખાનપુર કુરસાલી – આંબેડકર નગર
ઇદ્રીશપુર- નંદપુર
ખાનપુર – શ્રી કૃષ્ણપુર
અકબરપુર ફાજલપુર – વિજય નગર
દેહરાદૂન જિલ્લો
મિયાંવાલા – રામજીવાલા
પીરવાલા – કેસરી નગર
ચાંદપુર ખુર્દ – પૃથ્વીરાજ નગર
અબ્દુલ્લાહપુર-દક્ષનગર
નૈનિતાલ જિલ્લો
નવાબી રોડ – અટલ માર્ગ
પવનચક્કીથી આઈટીઆઈ રોડ – ગુરુ ગોવલકર રોડ
ઉધમ સિંહ નગર જિલ્લો
મ્યુનિસિપલ કાઉન્સિલ સુલતાનપુર પટ્ટી- કૌશલ્યા પુરી
મુખ્યમંત્રીએ તેમના X હેન્ડલ પર પોસ્ટ કર્યું લિસ્ટ
CM ધામીએ તેમના X હેન્ડલ પરથી આ લિસ્ટ પોસ્ટ કર્યું છે. લિસ્ટમાં જોઈ શકાય છે કે કયા સ્થળોના નામ બદલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હરિદ્વાર જિલ્લાનું ઔરંગઝેબપુર હવે શિવાજી નગર તરીકે ઓળખાશે. લોકોની લાગણીઓ અનુસાર, હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉદ્ધમ સિંહ નગર જિલ્લામાં સ્થિત વિવિધ સ્થળોના નામ બદલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મુઘલ સમ્રાટ ઔરંગઝેબને લઈને દેશમાં ઘણી ચર્ચા ચાલી રહી છે.