Last Updated on by Sampurna Samachar
અમરાવતી યૌન કેસ : ૧૯ વર્ષના શિકારીએ ૧૮૦ સગીરાને ફસાવી
બે મિત્રો વચ્ચેના નાણાકીય ઝઘડાએ એમનો પર્દાફાશ કરી નાખ્યો :મામલો પોલીસ સુધી પહોંચતાં આરોપીઓની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ૧૯ વર્ષના ‘અયાન અહેમદ’નામના યુવકે ૧૮૦ સગીર છોકરીઓને પ્રેમના જાળમાં ફસાવી, તેમનું શારીરિક શોષણ કર્યું, તેમના ૩૫૦ જેટલાવીડિયો બનાવ્યા અને પછી તેમને બ્લેકમેલ કરીને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો પ્રયાસ કર્યો. આખરે, બે મિત્રો વચ્ચેના નાણાકીય ઝઘડાએ એમનો પર્દાફાશ કરી નાખ્યો. મામલો પોલીસ સુધી પહોંચતાં આરોપીઓનીધરપકડ કરવામાં આવી છે.

આ સમગ્ર કાંડનો પર્દાફાશ થવામાં દોસ્તો વચ્ચેની દુશ્મની કારણરૂપ બની. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અયાનઅહેમદ અને તેનો સાથી ઉઝેર ખાન હતા. શરૂઆતમાં બંનેએ વધુમાં વધુ છોકરીઓને પટાવવાની શરત લગાવીહતી. આ કામ કરતાં કરતાં તેમણે ૧૮૦ સગીરાઓને વાસનાનો શિકાર બનાવીને એમની મરજી વિરુદ્ધ વીડિયો બનાવ્યા.
છોકરીઓને વેશ્યાવૃત્તિ માટે પણ દબાણ
બાદમાં પૈસાને કારણે બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો. ઉઝેરે અયાન પાસે પૈસાની માંગ કરી, પરંતુ જ્યારેઅયાન તે પૂરી ન કરી શક્યો, ત્યારે ગુસ્સામાં ઉઝેરે ૧૦૦ જેટલા અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પરવાયરલ કરી દીધા. આમ, બંને ગુનેગારો વચ્ચેના અણબનાવે એમની કાળી કરતૂતો ઉઘાડી પાડી દીધી.
અયાન મોટાભાગે કૉલેજમાં ભણતી અથવા કોચિંગ સેન્ટરમાં જતી છોકરીઓને નિશાન બનાવતો. તેઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને સ્નેપચેટ દ્વારા તેમની સાથે દોસ્તી કરતો. મિત્રતા થયા બાદ તે તેમને મોંધાકાફેટેરિયા અને મોટા શહેરો જેમ કે મુંબઈ અને પૂણે ફરવા લઈ જતો. ત્યાં તે હોટલ રૂમમાં તેમની સાથે દુર્વ્યવહાર કરતો અને તેના વીડિયો રૅકોર્ડ કરતો.
વીડિયો બનાવ્યા બાદ તે આ ક્લિપ્સનો ઉપયોગ છોકરીઓનેબ્લેકમેલ કરવા માટે કરતો. વીડિયો જાહેર કરી દેવાની ધમકી આપીને તે છોકરીઓને વેશ્યાવૃત્તિ માટે પણ દબાણ કરતો.
પોલીસે આરોપીનો મોબાઇલ તપાસ્યો ત્યારે જે આંકડા સામે આવ્યા તેણે સમગ્ર મહારાષ્ટ્ર પોલીસ વિભાગનેહચમચાવી નાખ્યો.પીડિત સગીર છોકરીઓની સંખ્યા (અંદાજે) – ૧૮૦. આરોપીએ ફક્ત એક જ વર્ષના ગાળામાં આટલીછોકરીઓને નિશાન બનાવી હોવાનું કહેવાયું છે.
જપ્ત કરાયેલા વીડિયોની સંખ્યા – ૩૫૦. તમામ વીડિયો આરોપી અયાનના મોબાઇલ ફોનમાંથી મળી આવ્યાછે.વાયરલ કરાયેલા વીડિયોની સંખ્યા – ૧૦૦. ઉઝેરે આટલા વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાવી દીધા હતા.હાલમાં ઓળખાયેલ પીડિતોની સંખ્યા – ૮. પોલીસે અત્યાર સુધી માત્ર ૮ પીડિતાઓની જ ઓળખ કરી શકીછે, કારણ કે બાકીની સામાજિક તિરસ્કારથી ડરે છે.
આરોપી ‘અયાન અહેમદ તનવીર’ અમરાવતીના પાર્થવાડા વિસ્તારનો વતની છે. તે અચલપુરની એક કૉલેજમાંબીજા વર્ષમાં ભણતો હતો. તે ચકાચક બાઇક પર ફરતો અને ખૂબ પૈસા ખર્ચતો. તેના પિતા સેકન્ડ–હેન્ડવાહનોનો વેપાર કરે છે, પરંતુ સ્થાનિકોના મતે આટલી મોટી રોકડ અયાનને સટ્ટાબાજી(બેટિંગ)માંથી મળતીહતી.
આ કેસમાં સૌથી મોટો પડકાર એ છે કે પીડિત છોકરીઓ સામે આવીને નિવેદન નથી આપી રહી, કારણકે તેમને સમાજમાં બદનામ થવાનો અને તિરસ્કારનો ડર છે. અમરાવતીના એસપી વિશાલ આનંદે જાહેર અપીલકરી છે કે, ‘અમે પીડિતા અને તેમના પરિવારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખીશું. અમે મહિલા અધિકારીઓદ્વારા વિશેષ હેલ્પલાઇન શરૂ કરી છે. તમારે ડરવાની જરૂર નથી, આગળ આવો અને ન્યાય અપાવવામાં મદદકરો.’