BLA એ પોતાનું ‘નૌકાદળ’ બનાવ્યુ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

પાકિસ્તાની જહાજ પર કર્યો આડેધડ ગોળીબાર, સૈનિકોના મોત

બલૂચ બળવાખોરોનું માનવું છે કે, પાકિસ્તાન સરકારે તેમના પ્રાંત પર ખોટી રીતે કબજો કર્યો છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સક્રિય બળવાખોર સંગઠનબલૂચ લિબરેશન આર્મી ફરી પાકિસ્તાન સરકારની ચિંતા વધારી દીધી છે. બીએલએ બલૂચિસ્તાનને સ્વતંત્ર દેશ બનાવવા માંગે છે, જેના કારણે તેના લડવૈયાઓ અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે અવારનવાર અથડામણો થતી રહે છે.

 

 

અત્યાર સુધી BLA એ મોટાભાગે જમીની કાર્યવાહી કરી છે,જો  કે હવે બીએલએ પોતાનું નૌકાદળ બનાવી દરિયામાં ખળભળાટમચાવ્યો છે. તેણે ગ્વાદર વિસ્તારમાં પાકિસ્તાની જહાજ પર હુમલો કરી, ત્રણ સૈનિકોને મોતને ઘાટ ઉતારીપોતાનું પ્રથમ દરિયાઈ ઓપરેશન પાડ્યું છે.

જ્યારે અમરો પ્રાંત સ્વતંત્ર દેશ હોવો

બલૂચ લિબરેશન આર્મીએહમ્માલ મેરિટાઈમ ડિફેન્સ ફોર્સનામથી નૌકાદળ બનાવ્યું હોવાનો અને ગ્વાદરવિસ્તારમાં પ્રથમ દરિયાઈ ઓપરેશન પાર પાડ્યું હોવાનો દાવો કર્યો છે. તેણે કેટલાક વીડિયો પણ શેર કર્યા છે બીએલએએ કહ્યું છે કે, ‘અમે નેશનલ લેવલનું નૌકાદળ બનાવ્યું છે. અમે બલૂચોના હિતોની રક્ષા કરવા માટેતેમજ દરિયામાં દુશ્મનોની ગતિવિધિ અટકાવવા માટે નૌકાદળ બનાવ્યું છે.

બીએલએના પ્રવક્તા જીયાંદ બલોચે કહ્યું કે, ‘અમારા નૌકાદળે બલૂચિસ્તાન પ્રાંતના ગ્વાદર જિલ્લામાં જિવાનીવિસ્તારમાં પ્રથમ ઓપરેશન પાડ પાડ્યું છે. અમે સોમવારે સવારે ૧૦.૦૦ કલાકે દરિયામાં પેટ્રોલિંગ કરી રહેલા પાકિસ્તાન જહાજ પર હુમલો કર્યો છે, જેમાં ત્રણ પાક. સૈનિકોના મોત થયા છે.’ ઉલ્લેખનીય છે કે, જિયાન બંદરઓમાનના અખાત પર એક શહેર તરીકે તેમજ વેપારી બંદર તરીકે પણ જાણીતું છે.

બળવાખોર સંગઠને પાકિસ્તાન સરકારને ચેતવણી આપી છે કે, તેઓ આગામી સમયમાં પણ આવાઓપરેશનો ચલાવતા રહેશે. બલૂચિસ્તાનને આઝાદી અપાવવા માટે, તેને સ્વતંત્ર દેશ જાહેર કરાવ માટેબીએલએ ઘણા વર્ષોથી પાકિસ્તાન સરકાર સામે લડી રહ્યું છે.

પાકિસ્તાની સરકાર અને સેનાએ બલૂચિસ્તાનપર ગેરકાદેસર કબજો  કર્યો હોવાનો પણ બીએલએ અવારનવાર દાવો કરતું રહ્યું છે. બલૂચ બળવાખોરોનુંમાનવું છે કે, પાકિસ્તાન સરકારે તેમના પ્રાંત પર ખોટી રીતે કબજો  કર્યો છે, જ્યારે અમરો પ્રાંત સ્વતંત્ર દેશહોવો જોઈએ.

બલૂચિસ્તાન આર્મીએ દાવો કર્યો છે કે, અમારા નૌકાદળે હુમલો કરતાં પાકિસ્તાની સેનાનાજહાજમાં સવાર ત્રણ સૈનિકોના મોત થયા છે. એટલું નહીં બીએલએએ તેઓના નામ પણ જાહેર કર્યા છે. બીએલએના જણાવ્યા મુજબ હુમલામાં નાયક અફઝલ, સિપાહી જમીલ અને સિપાહી ઉમરનું મોત થયું છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.