Last Updated on by Sampurna Samachar
AAP ને ઝટકો, ૭ બળવાખોર સાંસદોના વિલયને મંજૂરી
રાજ્યસભા સચિવાલયે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલા બધા સાંસદોને લઈને નોટિફિકેશનજારી કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટી છોડનાર રાજ્યસભાના ૭ સાંસદોને ભાજપમાં વિલય કરવાને મંજૂરી મળી ગઈ છે. આ સાથેભાજપની રાજ્યસભા સાંસદોની સંખ્યા ૧૧૩ થઈ ગઈ છે. ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ આ આંકડા પરપહોંચ્યું છે. તો આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝટકો છે અને તેના ઉપલા ગૃહમાં હવે માત્ર ત્રણ સાંસદો વધ્યાછે.

રાજ્યસભા સચિવાલયે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલા બધા સાંસદોને લઈને નોટિફિકેશનજારી કર્યું છે. તેમને ભાજપના સભ્યો ગણાવવામાં આવ્યા છે. હવે સંસદના ઉપલા ગૃહમાં ભાજપના સાંસદોનીસંખ્યા ૧૧૩ થઈ ગઈ છે. નોંધનીય છે કે રાઘવ ચડ્ઢાના નેતૃત્વમાં સાત સાંસદોએ બળવો કરી આમ આદમીપાર્ટીનો સાથ છોડી દીધો હતો.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે રાજ્યસભાના સભાપતિસીપી રાધાકૃષ્ણનને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આપ છોડનાર સાત સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગકરી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે– આ સાંસદ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉપલા ગૃહ માટે ચૂંટાયાછે, પરંતુ બાદમાં તેમણે પાર્ટી છોડી ભાજપમાં સામેલ થવાનો ર્નિણય કર્યો.
સંજય સિંહે કહ્યુ હતું કે આપના સાતેય સાંસદો તરફથી ઉઠાવવામાં આવેલું આ પગલું પક્ષપલટા સમાન છે. આપંજાબની જનતા અને ભારતના બંધારણ સાથે વિશ્વાસઘાત છે. તેમણે કહ્યું કે જરૂર પડવા પર આમ આદમી પાર્ટીઆ મામલામાં કાયદાકીય પગલાં ભરશે.