Last Updated on by Sampurna Samachar
હું પ્રમુખ બનીશ તો ભારત સાથે સંબંધો ફરી સુધારીશ
ભારત–અમેરિકા સબંધો પર ટ્રમ્પની નીતિઓની ટિકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પૂર્વ રાજદૂત રેહમ ઈમેન્યુઅલે ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિ પર તીખો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પની નીતિઓએ ભારત–અમેરિકા સબંધોને નબળા કર્યા છે અને જો હું પ્રમુખ બનીશ તો આ સબંધોનેફરીથી મજબૂત બનાવવાની દિશામાં કામ કરીશ. આમ, રેહમ ઈમેન્યુઅલ ટ્રમ્પની ટીકા કરીને ભારતને એવોભરોસો આપવા માંગે છે કે તેમની સરકાર ભારત સાથે વધુ સકારાત્મક અને મજબૂત ભાગીદારી કરવા માટેતૈયાર છે.

એક ઈન્ટરવ્યુમાં ભારત–અમેરિકા સંબંધો પર વાત કરતા ઈમેન્યુઅલે કહ્યું કે, ટ્રમ્પના વહીવટ દરમિયાનઅમેરિકાએ ભારતને દૂર ધકેલી દીધું છે. તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા ૩૦ વર્ષોમાં દરેક અમેરિકન પ્રમુખેભારતને નજીક લાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ટ્રમ્પે આ પ્રયાસોને નુકસાન પહોંચાડ્યું છે.
ચૂંટણીમાં ઉતરવાની સંભાવનાઓને લઈને ચર્ચામાં
ઈમેન્યુઅલે કહ્યું કે, ટ્રમ્પની ભાષા અને વલણના કારણે અમેરિકાના ઘણા સહયોગી દેશો તેનાથી દૂર થઈ રહ્યાછે. ભારત, જાપાન અને કોરિયા જેવા મુખ્ય ભાગીદારો પણ ટ્રમ્પની નીતિઓથી અસ્વસ્થતા અનુભવી રહ્યા છે.ડેમોક્રેટિક નેતા ઈમેન્યુઅલના આ નિવેદનોને આગામી પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ માટે પણ મહત્વપૂર્ણમાનવામાં આવી રહ્યું છે. ઈલિનોઈસના પૂર્વ પ્રતિનિધિ ઈમેન્યુઅલ ૨૦૨૮ની ચૂંટણીમાં ઉતરવાની સંભાવનાઓને લઈને ચર્ચામાં છે.
ઈમેન્યુઅલે ટ્રમ્પ વહીવટીતંત્રની ભારત–પાકિસ્તાન નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ટ્રમ્પે અનેકવખત ભારત કરતાં પાકિસ્તાનના પક્ષમાં ઝુકાવ દેખાડ્યો છે, જે અમેરિકાની વિદેશ નીતિ માટે યોગ્ય નથી.ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત વર્ષે થયેલા સૈન્ય તણાવ બાદ ટ્રમ્પના નિવેદનોને લઈને પણ ઈમેન્યુઅલેનારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, ટ્રમ્પના નિવેદનો ભારતના વલણની વિરુદ્ધ હતા, જેના કારણે નવીદિલ્હીમાં અસ્વસ્થતા ઊભી થઈ હતી.