Last Updated on by Sampurna Samachar
મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઇતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહાર
જે કોંગ્રેસ આજે મહિલા અનામતમાં SC, ST અને OBC વર્ગની વાત કરી રહી છે, તે પાર્ટીએ કોટાને પૂરો કરવાની પહેલ કરી નહોતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩% અનામતની જોગવાઈ કરતો મહિલા અનામત અધિનિયમ ૨૦૨૩ ગુરુવારથી અમલી બની ગયો છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું પણ બહારપાડવામાં આવ્યું છે.

જો કે, આ કાયદાના અમલીકરણને લઈને બહુજન સમાજ પાર્ટીના વડામાયાવતીએ આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સાત મુદ્દાઓ દ્વારા ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.
વી.પી. સિંહની સરકારે તેને અમલમાં મૂક્યો
માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, જે કોંગ્રેસ આજે મહિલા અનામતમાં SC, ST અને OBC વર્ગની વાત કરી રહી છે, તે જ પાર્ટીએ કેન્દ્રમાં સત્તામાં હોવા છતાં ક્યારેય આ વર્ગોના અનામત કોટાનેપૂરો કરવાની પહેલ કરી નહોતી. તેમણે વધુમાં ઉમેર્યું કે મંડલ કમિશનના રિપોર્ટ મુજબ OBC સમાજને શિક્ષણઅને નોકરીમાં ૨૭% અનામત અપાવવા માટે પણ બસપાએ પ્રયત્નો કરવા પડ્યા હતા, ત્યારે તત્કાલીન વી.પી. સિંહની સરકારે તેને અમલમાં મૂક્યો હતો.
સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતાં માયાવતીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં પછાત મુસ્લિમોને લાભ આપવા માટેનો રિપોર્ટ સપા સરકારે ઠંડે બસ્તે નાખી દીધો હતો, જેને જૂન ૧૯૯૫માં બસપાની સરકારે આવતાનીસાથે જ લાગુ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે સપા જ્યારે સત્તામાં નથી હોતી ત્યારે અલગ વલણ અપનાવે છેઅને સત્તામાં હોય ત્યારે જાતિવાદી વલણ દાખવે છે.
પરિસીમણ અને જનગણનાના મુદ્દે માયાવતીએ સ્પષ્ટ કર્યુંકે જો આ અનામતને વહેલી તકે લાગુ કરવું હોય તો ૨૦૧૧ની જનગણનાને આધારે જ પરિસીમણ કરવું જોઈએ. તેમણે છેલ્લે SC, ST, OBC અને મુસ્લિમ સમાજને સલાહ આપી હતી કે હાલમાં મહિલા અનામતમાં જે કંઈ મળી રહ્યું છે તેનો સ્વીકાર કરી લેવો જોઈએ અને કોઈના બહેકાવવામાં આવ્યા વગર આર્ત્મનિભરબનવા પર ધ્યાન આપવું.