Last Updated on by Sampurna Samachar
લખનઉમાં રહેતી એક મહિલાને પોતાના ભાણેજ સાથે પ્રેમ થઈ ગયો
સાસુ શાંતિને જાણ થઈ કે કરણ અને શાલિની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે આ વાતને લઈ નારાજગી વ્યક્ત કરીતેના પર વહુ ભડકી ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના લખનઉમાંથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાને પોતાના ભાણેજ પરફીદા થઈ ગઈ. જ્યારે તેને જાણ થઈ કે આ વાત સાસુને ખબર પડી ગઈ છે તો તેણે પ્રેમથી રોટલી ખવડાવી. પછી તેમાં ઝેર ભેળવી દીધું અને સાસુને રોટલી ખવડાવી દીધી. જો કે બીજા જ દિવસે સાસુનું મોત થઈ ગયું.

ભાણેજ સાથે મળીને સાસુની લાશને જમીનમાં દફનાવી દીધી. હવે આ સમગ્ર હત્યાના મામલાનો ખુલાસોથયો તો પોલીસે મહિલાની ધરપકડ કરી જેલમાં મોકલી દીધી છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.આ ઘટના કાકોરીના ઈબ્રાહિમગંજ ગામની છે. ૬૫ વર્ષનાં શાંતિ દેવીની હત્યાનો ખુલાસો થયો છે.
સાસુને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ?
હકીકતમાં વહુ શાલિનીઅને ભાણેજ વચ્ચે આડા સંબંધો હતા. લાંબા સમયથી તેઓ બધાથી છુપાઈને પ્રેમના પુષ્પો ખીલવી રહ્યા હતા. એક દિવસ સાસુ શાંતિને જાણ થઈ કે કરણ અને શાલિની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. આ વાતને લઈ નારાજગીવ્યક્ત કરી. તેના પર વહુ ભડકી ગઈ. તેણે સાસુને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું બનાવ્યું.
૫ એપ્રિલના રોજ શાલિનીએ ભાણેજ કરણ પાસે ઝેર મગાવ્યું. પછી રોટલીમાં ઝેર નાખી સાસુને ખવડાવી દીધી. બીજા દિવસે ૬ એપ્રિલના રોજ શાંતિ દેવીનું મોત થઈ ગયું. પછી કરણ અને શાલિનીએ લાશને લઈ જમીનમાંદફનાવી દીધી. તો વળી, પતિ મનોજને શંકા ગઈ કે આવું તે કેવી રીતે માતાનું મોત થઈ શકે. તેણે શાલિની અનેકરણ વિરુદ્ધ પોલીસમાં ગુનો નોંધાવ્યો.
પોલીસે લાશને જમીનમાંથી કઢાવી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. ત્રણ ડોક્ટરની પેનલે પોસ્ટમોર્ટમ રિપોર્ટતૈયાર કર્યો. જો કે રિપોર્ટમાં મોતના કારણો સ્પષ્ટ થયા નથી. પણ પોલીસે તપાસ ચાલુ રાખી છે. પછી જાણવામળ્યું કે શાલિનીએ ઝેર મગાવ્યું હતું.
જ્યારે કડકાઈથી પૂછપરછ કરી, તો હત્યારી વહુએ બધું કબૂલી લીધું. તેણે જણાવ્યું કે ભાણેજ સાથેના આડા સંબંધની જાણ સાસુને થઈ ગઈ હતી અને તે અમારી વચ્ચે આવી રહીહતી, એટલા માટે તેની હત્યા કરી નાખી. હવે કાકોરી પોલીસ કરણને પણ શોધી રહી છે