Last Updated on by Sampurna Samachar
કોલકાતામાં સૌથી વધુ ૨૯% વધારો થયો
બેંગલુરુ, કોલકાતા, પુણે અને થાણેમાં ૧૦-૩૦% ની વચ્ચે વધારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવીદિલ્હી,તા.૧૧
હવે સામાન્ય વ્યક્તિને પોતાનુ ઘર ખરીદવુ એ માત્ર સપનુ જ બની ગયુ છે. ત્યારે મોંઘવારી વચ્ચે આ વર્ષમાં પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચ્યા છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં નવા શરૂ થયેલા રહેણાંક પ્રોજેક્ટ્સના સરેરાશ ભાવમાં કાચા માલના ઊંચા ખર્ચને કારણે ૯ ટકાનો વધારો થયો છે. આ માહિતી લિસ્ટેડ રિયલ એસ્ટેટ ડેટા એનાલિસ્ટ કંપની પ્રોપઇક્વિટી દ્વારા આપવામાં આવી છે.
છેલ્લા એક વર્ષમાં નવા પ્રોજેક્ટ્સના હાઉસિંગ ભાવમાં કોલકાતામાં સૌથી વધુ ૨૯% વધારો થયો છે, ત્યારબાદ થાણે (૧૭%), બેંગલુરુ (૧૫%), પુણે (૧૦%) અને દિલ્હી- NCR (૫%) છે. NSE -લિસ્ટેડ પ્રો ડેટા એનાલિટીક્સ ફર્મના અહેવાલમાં જણાવાયું છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૨,૫૬૯ પ્રતિ ચોરસ ફૂટની સરખામણીએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતના ટોચના ૯ શહેરોમાં ઘરોની વેઇટેડ એવરેજ લોન્ચ કિંમત ૯% વધીને ૧૩,૧૯૭ પ્રતિ ચોરસ ફૂટ થઈ હતી.
કયા કયા શહેરોમાં વધ્યા ભાવ:
વાત કરીએ ટોચના ૯ શહેરો બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, દિલ્હી-એનસીઆર, મુંબઈ, નવી મુંબઈ, થાણે અને પુણે છે. છેલ્લા એક વર્ષમાં, હાઉસિંગની કિંમતો કોલકાતામાં સૌથી વધુ ૨૯% વધી છે, ત્યારબાદ થાણે (૧૭%), બેંગલુરુ (૧૫%), પુણે (૧૦%), દિલ્હી- NCR (૫%), હૈદરાબાદ (૫%) અને ચેન્નાઈ (૪%) છે. મુંબઈ અને નવી મુંબઈમાં હાઉસિંગની કિંમતોમાં ૩%નો ઘટાડો થયો છે.
જોકે, છેલ્લા બે નાણાકીય વર્ષોમાં (૨૩-૨૫), હાઉસિંગના ભાવમાં ૧૮%નો વધારો થયો છે જેમાં બેંગલુરુમાં સૌથી વધુ ૪૪%, કોલકાતા (૨૯%), ચેન્નાઈ (૨૫%), થાણે (૨૩%), દિલ્હી-દ્ગઝ્રઇ (૨૦%), પુણે (૧૮%), નવી મુંબઈ (૧૩%), મુંબઈ (૧૧%), હૈદરાબાદ (૫%)એ જણાવ્યું હતું. પ્રોપઇક્વિટી રિપોર્ટ અનુસાર, ૨૦૨૫ના જાન્યુઆરી-માર્ચમાં હાઉસિંગનું વેચાણ ૨૩% ઘટીને ૧,૦૫,૭૯૧ યુનિટ થયું છે જ્યારે સપ્લાય ૩૪% ઘટીને ૮૦,૭૭૪ થઈ ગયો છે.
ડેટા મુજબ, બેંગલુરુમાં નવા પ્રોજેક્ટ્સમાં વેઇટેડ એવરેજ હાઉસિંગની કિંમતો અગાઉના વર્ષમાં ૮,૫૭૭ પ્રતિ ચોરસ ફૂટથી વધીને ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં ૯,૮૫૨ થઈ ગઈ હતી. કોલકાતામાં, સરેરાશ દર ૬,૨૦૧ પ્રતિ ચોરસ ફૂટથી વધીને૮,૦૦૯ થયો, રિપોર્ટમાં નોંધ્યું છે. ચેન્નાઈમાં દર ૭,૬૪૫ પ્રતિ ચોરસ ફૂટથી વધીને ૭,૯૮૯ થયો. હૈદરાબાદમાં ૭,૮૯૦ પ્રતિ ચોરસ ફૂટથી ૮,૩૦૬નો વધારો જોવા મળ્યો હતો, જ્યારે પૂણેમાં પ્રતિ ચોરસ ફૂટ ૯,૮૭૭થી વધીને ૧૦,૮૩૨ થયો હતો. થાણેમાં, સરેરાશ દર ૧૧,૦૩૦ પ્રતિ ચોરસ ફૂટથી વધીને ૧૨,૮૮૦ થયો હતો. દિલ્હી NCR મકાનોની સરેરાશ કિંમતો પ્રતિ ચોરસ ફૂટ ૧૩,૩૯૬ થી વધીને ૧૪,૦૨૦ થઈ ગઈ છે.
જોકે, નવી મુંબઈમાં દર ૧૩,૨૮૬ પ્રતિ ચોરસ ફૂટથી ઘટીને ૧૨,૮૫૫ થયો હતો. મુંબઈમાં પણ ગયા નાણાકીય વર્ષમાં ૩૪,૦૨૬ પ્રતિ ચોરસ ફૂટ ઘટીને ૩૫,૨૧૫ પ્રતિ ચોરસ ફૂટ ૨૦૨૩-૨૪માં જાેવા મળ્યો હતો.
બેંગલુરુ, કોલકાતા, પુણે અને થાણેમાં હાઉસિંગના ભાવમાં ૧૦-૩૦% ની વચ્ચે વધારો થયો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં માંગ અને પુરવઠામાં ઘટાડો થયો છે, ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં જમીન, મજૂરી અને બાંધકામ સામગ્રી સહિતની ઇનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે હાઉસિંગના ભાવમાં વધારો થયો છે. કિંમતમાં વધારો ધીમી કિંમતે ૧% થી ૨% ના દરે વધી રહ્યો છે. ૯ શહેર FY ૨૪,” સમીર જસુજા, સ્થાપક અને CEO , PROPEQUITY એ જણાવ્યું હતું.