Last Updated on by Sampurna Samachar
૧૫૨ બસ બંધ રહેતા અનેક રૂટ ખોરવાયા
બસ સમયસર ન પહોંચતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ (RAJKOT) સિટી બસ અકસ્માત મામલામાં કોન્ટ્રાકટરોની અને ડ્રાઇવરોની મનમાની સામે આવી છે. જેના કારણે રાજકોટવાસીઓને મુશ્કેલીમાં મુકાવવુ પડ્યું છે. રિપેર થયેલી સિટી બસો ચાલુ કરવામાં આવી રહી છે, ત્યારે જ ડ્રાઈવરોએ ડબલ શિફ્ટમાં કામ આપો તો જ નોકરી કરવી છે તેમ જણાવી હાજર ના થતાં ૨૩૪ સિટી બસમાંથી ૧૫૨ બસ જેમની તેમ ઉભી છે, અને અનેક રૂટ ખોરવાઇ ગયા છે.
મહાપાલિકા એટલી લાચાર હાલતમાં આવી ગઇ છે કે એજન્સીને રોજ ૧૫ લાખ જેટલો દંડ તો કરે છે, પરંતુ હાલ બંધ રહેલી ૧૫૦ થી વધુ સીટી બસ કયારે શરૂ થશે તે કહી શકતી નથી. હાલ શાળા-કોલેજો-યુનિ.માં વેકેશન પડી ગયું છે. આથી વિદ્યાર્થીઓમાં કોઇ મોટો દેકારો થતો નથી. જે કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી સમસ્યા ગંભીર થઇને પહોંચતી નથી.
ડબલ નોકરીની માંગ સાથે ડ્રાઈવરોએ બસ ન ઉપાડી
છેવાડાના રૂટમાં દોડતી બસ સમયસર ન પહોંચતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મુસાફરોની હેરાનગતિને લઇ તંત્રએ એજન્સીને રૂપિયા ૧૦ હજારનો દંડ કરી ફરી વખત સિટી બસો રેગ્યુલર કરવા કવાયત હાથ ધરી છે.
ડ્રાઇવરોની દલીલ છે કે ૮ કલાકની સિંગલ નોકરીમાં પેટ ભરાતું નથી, ડબલ નોકરીની માંગ સાથે ડ્રાઈવરોએ બસ ઉપાડવાનો ઈનકાર કરતાં તંત્રમાં દોડધામ મચી. એજન્સી દ્વારા એજન્સી દ્વારા પગાર વધારો કરવો પડે તેવા સંજોગો સર્જાયા હતા.