ગૃહમાં ભાજપ સાંસદ જગદંબિકા પાલે રિપોર્ટ રજૂ કરવાની પાડી દીધી હતી ના
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપ સાંસદ જગદંબિકા પાલની આગેવાની હેઠળ સંયુક્ત સંસદીય સમિતિ ગૃહમાં વકફ (સુધારા) બિલ ૨૦૨૪ પર પોતાનો અહેવાલ રજૂ કરવા જઈ રહી હતી. સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર ચર્ચા થઇ હતી. જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામવીર સિંહ બિધુરી આભાર વિધિ કરી હતી.
સાંસદ જગદંબિકા પાલની આગેવાની હેઠળ સંયુક્ત સંસદીય સમિતિ ગૃહમાં વકફ (સુધારા) બિલ ૨૦૨૪ પર પોતાનો અહેવાલ રજૂ કરવા જઈ રહી હતી, જે હવે નહીં થાય. જગદંબિકા પાલે કહ્યું કે આજે રિપોર્ટ રજૂ કરવામાં આવી રહ્યો નથી. જ્યારે સ્પીકર તેને તેમના એજન્ડામાં મૂકશે ત્યારે અમે તેને રજૂ કરીશું. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતાઓએ હંગામો શરૂ કરી દીધો હતો. વિપક્ષના નેતાઓ મહાકુંભમાં અકસ્માતને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.
જગદંબિકા પાલે કહ્યું કે ૪૨૮ પાનાના રિપોર્ટમાં ૨૮૧ પાનાની અસંમતિની નોંધ આપવામાં આવી છે. આનાથી મોટી અસંમતિની નોંધ શું હોઈ શકે, જેમાં ઓવૈસીની અસંમતિની નોંધના ૨૧૦ પાના છે. અસંમતિ નોંધ માત્ર કલમ દ્વારા આપવામાં આવે છે. વકફ (સુધારા) બિલ પર ભાજપના સાંસદ જગદંબિકા પાલે કહ્યું કે આજે ગૃહમાં રિપોર્ટ રજૂ કરવામાં આવી રહ્યો નથી. હવે જ્યારે સ્પીકર તેને તેમના એજન્ડામાં મૂકશે ત્યારે અમે તેને રજૂ કરીશું. આ લોકો જેપીસીની બેઠકમાં પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.