Last Updated on by Sampurna Samachar
વર્ષે ૫૭ દિવસ ચાલશે પવિત્ર અમરનાથ યાત્રા
દર વર્ષે ભારતભરમાંથી હજારો તીર્થયાત્રીઓ યાત્રા કરે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બરફાની બાબાના ભક્તો જે તારીખની રાહ જોઈ રહ્યા હતા તે તારીખ જાહેર થઈ ચૂકી છે. આ વર્ષનીઅમરનાથ યાત્રા ૩ જુલાઈ ૨૦૨૬ થી શરૂ થઈ રહી છે. અમરનાથ યાત્રાની તારીખ જાહેર થવાની સાથે જરજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને નિયમો પણ જણાવી દેવામાં આવ્યા છે. તો ચાલો તમને પણ જણાવી દઈએઅમરનાથ યાત્રા ૨૦૨૬ સંબંધિત તમામ વિગતો.

અમરનાથ યાત્રા દર વર્ષે યોજાતી પવિત્ર યાત્રા છે. દર વર્ષે ભારતભરમાંથી અને વિદેશમાંથી હજારોતીર્થયાત્રીઓ અમરનાથ યાત્રા કરે છે. કશ્મીરના અનંતનાગમાં ૩૮૦૦ મીટરથી વધુની ઉંચાઈએ સ્થિત પવિત્રગુફામાં પ્રાકૃતિક રીતે બરફનું શિવલિંગ બને છે જેને શ્રદ્ધાળુઓ ભગવાન શિવનું પ્રતિક માને છે અને તેના દર્શનમાટે અમરનાથ યાત્રા કરે છે.
રજીસ્ટ્રેશન ૧૫ એપ્રિલ ૨૦૨૬ થી શરૂ થઈ જશે
આ વર્ષની અમરનાથ યાત્રા ૩ જુલાઈ ૨૦૨૬ થી શરૂ થશે અને ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પૂરી થશે. આ વર્ષનીઅમરનાથ યાત્રા ૫૭ દિવસ ચાલશે. અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન ૧૫ એપ્રિલ ૨૦૨૬ થી શરૂ થઈ જશે. અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન દેશભરની ૫૫૬ બેંક શાખાઓના માધ્યમથી અથવા તો ઓનલાઇન કરીશકાશે. અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન, પંજાબ નેશનલ બેંક, આઇસીઆઇસીઆઇબેન્ક, એક્સિસ બેન્ક અને યસ બેન્ક દ્વારા કરી શકાશે.
અમરનાથ યાત્રા અંગેના જાહેર કરાયેલા નિયમ અનુસાર અમરનાથ યાત્રા ૧૩ વર્ષથી વધુની વયના ૭૦ વર્ષસુધીની વયના શ્રદ્ધાળુઓ કરી શકશે. અમરનાથ યાત્રા કરવા માટે દરેક શ્રદ્ધાળુએ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાતહશે. અમરનાથ યાત્રા કરવા માટે દરેક શ્રદ્ધાળુ પાસે શારીરિક રીતે સક્ષમ હોવાનું સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે.
આ સર્ટિફિકેટ અધિકૃત ડોક્ટર દ્વારા આપેલું હોવું અને ૮ એપ્રિલ ૨૦૨૬ પછીનું હોવું જાેઈએ. અમરનાથ યાત્રા ૨૦૨૬ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સુરક્ષા સાથે થાય તે માટે આ વર્ષે ખાસ વ્યવસ્થાઓકરવામાં આવી છે જેમાં રજીસ્ટ્રેશન આધારિત બાયોમેટ્રિક ઈ કેવાયસી કરવામાં આવશે.
જેના દ્વારા અમરનાથયાત્રાની પરમિટ શ્રાઇન બોર્ડ ઓનલાઇન જાહેર કરશે. આ સિવાય તમામ તીર્થયાત્રીઓ માટે આરએફઆઈડીકાર્ડ પણ અનિવાર્ય હશે. આ વર્ષે સામૂહિક દુર્ઘટના વીમા કવચ પણ પાંચ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખરૂપિયા કરી દેવામાં આવ્યું છે.