૨૧ શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR

છત્તીસગઢના વેદાંત પાવર પ્લાન્ટમાં થયેલા ભીષણ બોઈલર વિસ્ફોટ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

છત્તીસગઢના શક્તિ જિલ્લામાં આવેલા વેદાંત પાવર પ્લાન્ટમાં થયેલા ભીષણ બોઈલર વિસ્ફોટ મામલે પોલીસેમોટી કાર્યવાહી કરી છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૧ શ્રમિકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક હજુ પણહોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

પોલીસે મામલે ગંભીર બેદરકારી બદલ વેદાંતગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ અને પ્લાન્ટ મેનેજર દેવેન્દ્ર પટેલ સહિતના જવાબદાર અધિકારીઓ સામે ગુનોનોંધી તપાસ તેજ કરી છે. ૧૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ બપોરે :૩૩ વાગ્યે જ્યારે શ્રમિકો કામ કરી રહ્યા હતા, ત્યારેબોઈલર૧માં જોરદાર વિસ્ફોટ થયો હતો.

લોખંડનું આખું માળખું ધરાશાયી થઈ ગયું

બોઈલર મુખ્ય નિરીક્ષકના રિપોર્ટ અનુસાર બોઈલર ફર્નેસની અંદરજરૂર કરતા વધુ ઈંધણ જમા થઈ ગયું હતું. જેના કારણે અચાનક અસામાન્ય દબાણ ઉભું થયું અને વિસ્ફોટથયો. દબાણ એટલું પ્રચંડ હતું કે બોઈલરની નીચેની પાઈપલાઈન પોતાની જગ્યાએથી ખસી ગઈ અને લોખંડનું આખું માળખું ધરાશાયી થઈ ગયું.

તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, દુર્ઘટનાના કલાકો પહેલા પ્લાન્ટના સેફ્ટી સિસ્ટમમાં રેડ એલર્ટઆવી રહ્યા હતા. સવારથી પ્રાઈમરી એર  ફેન વારંવાર ફેઈલ થઈ રહ્યો હતો. કંટ્રોલ રૂમની લોગ બુક મુજબ સવારે ૧૦:૩૦ વાગ્યે ખામી નોંધાઈ હોવા છતાં પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો નહોતો.

સૌથી ગંભીર બાબત છે કે ટેકનિકલ ખામી હોવા છતાં, બપોરે :૦૩ થી :૦૯ ની વચ્ચે બોઈલરનો લોડ ૩૫૦ મેગાવોટથી વધારીને ૫૯૦ મેગાવોટ કરી દેવામાં આવ્યો હતો. માત્ર એક કલાકમાં ઉત્પાદન લગભગ બમણું કરવાની ઉતાવળે મજૂરો માટે મોતનો છટકું તૈયાર કર્યું હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

પોલીસ અધિક્ષક પ્રફુલ્લ ઠાકુરના નિર્દેશ પર ડભરા પોલીસ સ્ટેશનમાં અનિલ અગ્રવાલ, દેવેન્દ્ર પટેલ અને કંપનીના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬(), ૨૮૯અને () હેઠળ હ્લૈંઇ નોંધવામાં આવી છે. એડિશનલ એસપી પંકજ પટેલના નેતૃત્વમાં  મામલે ઊંડી તપાસ કરી રહી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.