Last Updated on by Sampurna Samachar
કાટમાળ નજીકથી એક મૃતદેહ મળી આવ્યો
ચુરુ SP જય યાદવે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના ચુરુના રતનગઢ વિસ્તારના ભાનુડા ગામમાં વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ઘટના બાદ તરત જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. ગ્રામજનોની માહિતી મુજબ, આકાશમાં જોરદાર અવાજ બાદ ખેતરોમાં આગ અને ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.

કાટમાળ નજીકથી એક મૃતદેહ મળી આવ્યો છે. જે સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મૃતદેહની ઓળખ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અકસ્માતના સમાચાર ફેલાતા જ રતનગઢમાં હંગામો મચી ગયો હતો. કલેક્ટર અભિષેક સુરાણા અને સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.
રણ વિસ્તારમાં ક્રેશ થયુ વિમાન
ગ્રામજનોએ જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટના પછી તરત જ ખેતરોમાં આગ લાગી હતી, જેને ગ્રામજનોએ જાતે જ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના વિગતવાર કારણોની તપાસ ચાલુ છે. આ ઘટનાના વિગતવાર કારણોની પુષ્ટિ સેના દ્વારા કરવામાં આવશે. એવું કહેવાય છે કે વિમાન ઝાડ પર પડ્યું હતું. જેના કારણે ઝાડ પણ સંપૂર્ણપણે બળી ગયું હતું. જે જગ્યાએ વિમાન ક્રેશ થયું તે રણ વિસ્તાર છે.
ચુરુ SP જય યાદવે જણાવ્યું હતું કે સેનાનું વિમાન ક્રેશ થયું છે. વિમાન ઝાડ પર પડ્યું હતું. જેના કારણે ઝાડ પણ બળી ગયું હતું. સેનાની ટીમ પણ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. હાલમાં સેનાની ટીમ વિમાનનો કાટમાળ એકત્ર કરવાનું કામ કરી રહી છે.