Last Updated on by Sampurna Samachar
આરોપીને કોર્ટમાં લઇ જઇ રહેલ પોલીસ વાહનનો અકસ્માત
ગમખ્વાર અકસ્માતમાં પાંચના મોતની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશમાં અલીગઢના ફિરોઝાબાદની પોલીસ ટીમ મુઝફ્ફરનગરમાં એક કેદીને પોલીસ વાનમાં કોર્ટ લઈ જઈ રહી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અલીગઢ જિલ્લાના લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયપાસ હાઇવે પર ચિકાવતી વળાંક પર આ પોલીસ વાન પાર્ક કરેલા કેન્ટર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક સબ-ઇન્સ્પેક્ટર, આરોપી અને ત્રણ પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ એક પોલીસકર્મી ઘાયલ થયો છે.
માહિતી મળતાં જ અલીગઢ પોલીસ અધિકારીઓ ફોર્સ અને ક્રેન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે ઘાયલ કોન્સ્ટેબલને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કર્યો. તેમજ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે પણ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પાર્ક કરેલા કન્ટેનર સાથે પોલીસ વાહનનો અકસ્માત
મળતી માહિતી મુજબ, પોલીસ વાન હાઇવે પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ. જેના કારણે આટલો મોટો અકસ્માત થયો હતો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. આ દરમિયાન એક જોરદાર અવાજ આવ્યો, તેથી જ્યારે તે સ્થળ પર ગયો ત્યારે તેણે જોયું કે પોલીસનું વાહન પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાયું હતું.
પોલીસ વાહનમાં કુલ છ લોકો સવાર હતા, તેમાંથી પાંચ પોલીસકર્મી અને એક આરોપી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આરોપી અને એક પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મીઓ પાછળથી મૃત્યુ પામ્યા હતા.