Last Updated on by Sampurna Samachar
અકસ્માતમાં ૨ નાં કમકમાટીભર્યા મોત
બેફામ ડમ્પરચાલકો સામે કડક પગલાં લેવા જોઈએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગીર સોમનાથમાં વેરાવળ- કોડીનાર હાઈવે પર ઈકો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ અકસ્માતમાં ૨ લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા અને ૭ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યાં છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કોડીનાર-હાઈવે પર કણજોતર ગામ નજીક અકસ્માત ઈકો કાર અને બાઈક અથડાતા ૭ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ ૨ નાં તો ઘટનાસ્થળે મોત થયા હતા, અકસ્માત સર્જાતા લોકો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. એમ્બ્યુલન્સને બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના CCTV સામે આવ્યા
સુત્રાપાડા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ડમ્પર ચાલકે કેટલાક લોકોને કચડી નાખ્યા હતા, જેના કેટલાક CCTV કેમેરા પણ સામે આવ્યા છે. CCTV માં જોવા મળ્યું કે કેટલાક લોકોનું ટોળું ઊભું હતું, ત્યારે ઝડપથી આવી રહેલ ડમ્પર ચાલકે એટલી જોરદાર ટક્કર મારી હતી કે કેટલાક લોકો ત્યાં જ કચડાઈ ગયા હતા. અકસ્માતમાં બાલુભાઈ કલોતરા અને સુભાષ પરમારના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતકોના પરિવારમાં શોક છવાયો છે, તેમજ ગુનો કરનાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. લોકોની પોલીસ અને પ્રશાસન સામે માંગણી છે કે આવા બેફામ ડમ્પરચાલકો સામે કડક પગલાં લેવા જોઈએ.