Last Updated on by Sampurna Samachar
પરિણીત યુવતીએ પતિ સાથે મળી ગાંધીધામના યુવકને ઉલ્લુ બનાવ્યો
પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી આગળ પૂછપરછ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છના ગાંધીધામનો પરિણીત યુવક મુંબઈની સિમરન નામની યુવતી પાછળ પાગલ થયો હતો. આ પછી યુવકે મહિલાની ચાહમાં વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ દરમિયાન ટૂકડે ટૂકડે ૫.૫૮ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. છેતરપિંડી મામલે યુવકે ગત જાન્યુઆરી, ૨૦૨૫માં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પોલીસે આરોપી યુવતીના પતિ કૈલાસ ગાયકવાડની ધરપકડ કરી હતી. આ પછી હવે, પતિની મદદથી ગાંધીધામના યુવકના કરોડો પડાવવાના ગુનામાં મુંબઈની સિમરનની પોલીસે ધરપકડ કરી લીધી છે.

બનાવની વિગત એવી છે કે ગાંધીધામના પડાણાના યુવકે ટ્રક, જમીન વેંચી, મિત્ર, પરિચિતો સહિતના લોકો પાસેથી વ્યાજે રૂપિયા લઈને મુંબઈની સિમરન નામની યુવતી પાછળ કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. સમગ્ર મામલે યુવકને છેતરપિંડી થઈ હોવાનું જણાતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે આરોપી યુવતીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
૫૦ વ્યક્તિના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, કચ્છના ગાંધીધામનો ૩૨ વર્ષીય યુવક વર્ષ ૨૦૨૦માં ફાયનાન્સના કામથી ત્રણ મિત્રો સાથે મુંબઈ ગયો હતો. જ્યાં તેની મુલાકાત સિમરન નામની ગણિકા સાથે થઈ હતી. આ પછી બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા હતા. જોકે, એક વર્ષ બાદ યુવક ફરી મુંબઈ જઈને સિમરનને મળે છે. ત્યારબાદ યુવક સિમરનના મોહમાં આવી જતાં તેને યુવતીને ગાંધીધામ બોલાવી હતી. પરંતુ સિમરને તેના પતિ કૈલાસ ગાયકવાડ સાથે વાત કરવા કહ્યું હતું.
યુવકે વાત કરતાં સિમરનને ગાંધીધામ આવવા માટે કૈલાસે ૨૫ હજાર ચાર્જ ચૂકવવા કહ્યું તો યુવકે ઓનલાઈન માધ્યમથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જો કે, કૈલાસે કોવિડ અને વેક્સિનનું બાનું આપ્યું અને પછી ફરીથી જીએસટી અને મની ટ્રાન્સફરનો ચાર્જ કહીને યુવક પાસેથી વધુ ૨૨ હજાર પડાવ્યા હતા. પરંતુ કૈલાસ સિમરનને ગાંધીધામ મોકતો ન હતો. અંતે યુવક મુંબઈ જાય છે, પણ ત્યાં કૈલાસ તેને મળતો નથી. જોકે, સિમરન અને કૈલાસને ખ્યાલ આવી જાય છે આ યુવક હવે પાગલ થઈ ગયો છે. જેથી કૈલાસે પોતાને પૈસાની જરૂર હોવાનું કહીને વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ દરમિયાન ટૂકડે ટૂકડે યુવક પાસેથી ૫.૫૮ કરોડ પડાવીને ૫૦ વ્યક્તિના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા.