Last Updated on by Sampurna Samachar
ત્રણેય જણાએ લગ્નની તમામ વિધિઓ નિભાવી
ભારતમાં હિંદુઓમાં આ પ્રકારના લગ્ન ગેરકાયદેસર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં મેરેજ એક્ટ મુજબ એક જ લગ્નની છૂટ છે. પરંતુ તેલંગાણામાં એક વ્યક્તિએ તેની બે પ્રેમિકાઓ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. તેલંગાણાના ગામનો હિસ્સો ફક્ત તે ગામ પૂરતો મર્યાદિત ન રહેતા પહેલા તેલંગાણા (Telangana) અને હવે દેશમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
તેલંગાણાના કોમારામ ભીમ આસિફાબાદ જિલ્લામાં યુવકે એક જ મંડપમાં બે યુવતી સાથે લગ્ન કર્યા છે. સૂર્યદેવ નામની વ્યક્તિએ એક જ સમયે બે મહિલાઓ લાલ દેવી અને ઝલકારી દેવી સાથે લગ્ન કર્યા છે. સૂર્યદેવે લગ્નના નિમંત્રણ કાર્ડ પર બંને પત્નીઓના નામ પણ છપાવ્યા છે અને એક ભવ્ય સમારંભનું આયોજન પણ કર્યુ હતુ.
એક જ સમયે બંને યુવતીઓ સાથે થયો પ્રેમ
જે આ લગ્નનો વિડીયો પણ વાઇરલ થયો છે, જેમા બંને મહિલાઓ એક વ્યક્તિનો હાથ હાથમાં લઈને નજર આવે છે. લગ્નના બધી રીતરિવાજ સગાસંબંધીઓ અને કુટુંબીઓની હાજરીમાં નિભાવવામાં આવ્યા હતા. સૂર્યદેવને લાલદેવી અને ઝલકારી દેવી સાથે પ્રેમ થઈ ગયો. તેના પછી ત્રણેયે જોડે રહેવાનો ર્નિણય લીધો હતો.
જોકે પ્રારંભમાં તો ગામના વૃદ્ધો લગ્ન માટે રાજી ન હતા, પરંતુ પછી માની ગયા અને ત્રણેયના લગ્ન કરાવવામાં મદદ કરી. જોકે ભારતમાં હિંદુઓમાં આ પ્રકારના લગ્ન ગેરકાયદેસર છે, પણ આદિવાસીઓને આ કાયદો લાગુ પડતો નથી. આ પહેલા ૨૦૨૧ માં તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં એક વ્યક્તિએ એક જ મંડપમાં બે મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. આ ઉપરાંત ૨૦૨૨ માં ઝારખંડમાં એક યુવકે તેની બંને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા.