Last Updated on by Sampurna Samachar
બે લાખ રૂપિયા હડપવા માટે એક વ્યક્તિએ પોતાના જ સંબંધીની ર્નિમમ હત્યા કરી
પોલીસે નહેર કિનારેથી ઇસરારનું બળેલું કંકાલ કબજે કર્યું, જેની ઓળખ પરિવારજનોએ હાથના બ્રેસલેટ પરથીકરી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. અહીં નૂરપુરના રહેવાસી વેપારીઇસરાર અલીની તેમના સંબંધી આશુ સિદ્દીકીએ બે મિત્રો શાહનવાઝ અને જાબિર સાથે મળીને ૮ ફેબ્રુઆરીએગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આશુએ ઇસરાર પાસે રહેલા બે લાખ રૂપિયા હડપવા માટે આ ઘટનાનેઅંજામ આપ્યો હતો.

આરોપીઓએ મૃતદેહને નૂરપુરની દૌલતપુર ચોકી પાસે પોશાક નહેરની ઝાડીઓમાં ફેંકીનેપેટ્રોલથી સળગાવી દીધો હતો, જેથી તેની ઓળખ ન થઈ શકે. પોલીસે મોબાઈલ લોકેશન અને ઝ્રડ્ઢઇનાઆધારે તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરી છે.
મોટી રકમ જોઈને આશુની દાનત બગડી
આરોપીઓના જણાવ્યા અનુસાર, પોલીસે નહેર કિનારેથી ઇસરારનું બળેલું કંકાલ કબજે કર્યું, જેની ઓળખ પરિવારજનોએ હાથના બ્રેસલેટ પરથી કરી હતી.
એસપી પૂર્વી અમિત કિશોર શ્રીવાસ્તવે જણાવ્યું કે, મૃતક ઇસરાર અલી પોતાના સંબંધી આશુ સિદ્દીકી પાસે બેલાખ રૂપિયા લઈને ગયો હતો. આટલી મોટી રકમ જોઈને આશુની દાનત બગડી ગઈ હતી. તેણે પોતાના બેસાથીઓ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું અને ઇસરારને ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો. રસ્તામાં ગળુંદબાવ્યા બાદ પુરાવા નાશ કરવા માટે લાશને પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવી હતી.
ઇસરાર ગુમ થયા પછી ૮ માર્ચે તેના ભાઈ અફસર અલીએ રિપોર્ટ નોંધાવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવામળ્યું કે, ઇસરાર છેલ્લી વખત આશુના ઘરે ગયો હતો. કડકાઈથી પૂછપરછ કરતા આશુએ પોતાનો ગુનો કબૂલકરી લીધો હતો. પોલીસને ઘટનાસ્થળેથી નરકંકાલની સાથે તે કેન પણ મળ્યું છે જેનાથી પેટ્રોલ લાવવામાં આવ્યુંહતું. આ સિવાય મૃતકના બે મોબાઈલ પણ મળી આવ્યા છે.
નવાઈની વાત એ છે કે, હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ આશુ સિદ્દીકી ક્ષેત્ર પંચાયત સભ્ય પણ છે. પોલીસે ત્રણેયઆરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ સનસનાટીભર્યા ખુલાસા બાદવિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આ મામલે તમામ પુરાવાઓ એકત્ર કર્યા છે જેથી દોષિતોને કડક સજાઅપાવી શકાય.