Last Updated on by Sampurna Samachar
અજીત મીલ ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં બન્યો હતો બનાવ
પોલીસે અસામાજીક તત્વોને ઝડપી પાડ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રેસિડેન્સીમાં લુખ્ખા તત્વોએ ઘરમાં ઘુસી આતંક મચાવ્યો હતો. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી અસામાજીક તત્વોને ઝડપી પાડ્યા હતા. તેમજ આ તત્વોનુ જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યુ હતું.
અજીત મીલ ચાર રસ્તા પાસે આવેલી એક સોસાયટીમાં ૧૪ એપ્રિલની રાત્રે તલવાર, દંડા સહિતના ઘાતક હથિયારો સાથે આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને અસામાજિક તત્ત્વોને ઝડપી પાડ્યા હતા અને જાહેર સઘરસ કાઢ્યું હતું.
પ્રસંગમાં થયેલા વિવાદને લઇ કર્યો હુમલો
ભયનો માહોલ ઉભો કરનાર ૧. અંજુમ સિદ્દિકી, ૨. અસરફ અદાદતખાન પઠાણ, ૩. અમ્મર અંજુમ સિદ્દિકી, ૪. કાલિમ તોફીક સિદ્દિકી, ૫. અજીમ તોફીક સિદ્દિકી અને ૬. પઠાણ જાવેદ આલમ નિયાસ ખાન સહિતના તમામ આરોપીએ જાહેરમાં માફી માંગી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર ઘટનાના આરોપી અને ફરિયાદી વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. એક સામાજિક પ્રસંગમાં બોલાચાલી થતાં આરોપી તલવાર તથા છરા જેવા ધારદાર હથિયારો સાથે સલમાનના ઘર પર હુમલો કર્યો હતો. હુમલા બાદ છ પુખ્ત વયના તથા એક સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.