કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા અને કોંગી અધ્યક્ષ ખડગે વચ્ચે તીખી ચર્ચા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વિદ્યાર્થીઓ પર પોલીસની કાર્યવાહી યોગ્ય હતી , જે.પી.નડ્ડાએ કહ્યું

આજે લોકશાહી ખતરામાં છે , મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)

સંસદના મોનસૂન સત્રમાં NEET પેપર લીક અને દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને બંને ગૃહમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. આ મુદ્દે રાજ્યસભામાં ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા તથા વિપોક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે તીખી ચર્ચા થઈ હતી.

NEET પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસની કાર્યવાહી અંગે ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનની માંગણી સાથે વિપક્ષી સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.

હું પોતે સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ રહ્યો ને જેલમાં પણ ગયો

રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વિદ્યાર્થીઓની ધરપકડના પ્રયાસોને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પહેલાં સાંસદ જ્હોન બ્રિટાસે દિલ્હીમાં માકપાની ઓફિસમાં દિલ્હી પોલીસના પ્રવેશ અને જેએનયુએસયુ ના પૂર્વ અધ્યક્ષ આઈશી ઘોષની ધરપકડના પ્રયાસનો મુદ્દો ઉઠાવ્યો હતો.

બ્રિટાસે જણાવ્યું કે, સાદા કપડામાં આવેલી દિલ્હી પોલીસની એક ટીમે ૨૦૨૧ના જેએનયુ પ્રદર્શન સંબંધિત કેસમાં આઈશી ઘોષની ધરપકડ કરવા માટે પાર્ટી કાર્યાલયમાં પ્રવેશ કર્યો હતો. તેમણે આ કાર્યવાહીને હાલના વિદ્યાર્થી આંદોલન સાથે જોડતા કહ્યું કે, આઈશી ઘોષનો માત્ર એટલો જ વાંક હતો કે તેમણે જંતર-મંતર પર થયેલા પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

આ મુદ્દે સરકારને ઘેરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “આજે લોકશાહી ખતરામાં છે. બ્રિટાસે જે મુદ્દો ઉઠાવ્યો છે તે ખૂબ જ શરમજનક છે. જો પોલીસ કોઈ નેશનલ પાર્ટીની ઓફિસમાં ઘૂસીને ધરપકડ કરવાની વાતો કરે, તો શું લોકશાહી ખતરામાં નથી?” તેમણે આ કાર્યવાહી માટે જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.

ખડગેના નિવેદન પર પલટવાર કરતા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે, તેઓ પોતે પણ પોતાના વિદ્યાર્થીકાળમાં આંદોલનોનો ભાગ રહ્યા છે અને તેમણે પણ જેલ જવું પડ્યું હતું. જેપી નડ્ડાએ બચાવ કરતા જણાવ્યું કે, “આ એકદમ સામાન્ય બાબત છે. હું પોતે સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ રહ્યો છું. ઇમરજન્સી દરમિયાન મને ઘણી વખત ક્લાસરૂમમાંથી પકડીને લઈ જવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને મારી પણ ધરપકડ થઈ હતી.” તેમણે ઉમેર્યું કે, “સ્ટુડન્ટ એક્ટિવિસ્ટને જેલ જવું જ પડે છે.

જ્યારે કોઈ કાયદો હાથમાં લે છે ત્યારે પોલીસે કાર્યવાહી કરવી જ પડે છે. આ બાબતને સન્સનાટીભરી ન બનાવો. જો કોઈ વિદ્યાર્થીએ એક્ટિવિઝમ કરવું હોય તો તેણે આ બધું સહન કરવા તૈયાર રહેવું પડશે.” આ તીખી ચર્ચા અને વિપક્ષના ભારે હંગામાને પગલે રાજ્યસભાની કાર્યવાહી પહેલા ૧૨ વાગ્યા સુધી અને ત્યારબાદ ફરી હોબાળો થતાં બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

વિપક્ષી સાંસદોએ આઈશી ઘોષની ધરપકડના પ્રયાસ અને NEET પેપર લીક વિરોધમાં પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે ગૃહ મંત્રીના નિવેદનની માંગણી ચાલુ રાખી હતી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.