Last Updated on by Sampurna Samachar
અલ્હાબાદ હાઇકોર્ટે ભાડુઆતને ફટકાર્યો ૧૫ લાખનો દંડ
૩૦ વર્ષ જૂની અરજીનું નિરાકરણ લાવી દીધું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ૪૦ વર્ષથી કેચમાં ગૂંચવાયેલા મકાન પર ભાડૂઆતને ૧૫ લાખનો દંડ ફટકાર્યો છે. ભાડૂઆતે ૧૯૭૯ થી ભાડૂ નહોતું આપ્યું અને ૧૯૮૧ માં સંપત્તિ ખાલી કરવાનો વારો આવ્યો તો મકાન માલિક પર કેસ ઠોકી દીધો હતો. જેના કારણે આખી એક પેઢી અધિકારોથી વંચિત રહી ગઈ.
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે એક મકાનને ચાર દાયકાથી કેસમાં ગૂંચવાડી રાખવા પર ભાડૂઆત પર ૧૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, કેસના કારણે આખી એક પેઢી પોતાના અધિકારોથી વંચિત રહી ગઈ. કોર્ટે આદેશ સંભળાવતા ૩૦ વર્ષ જૂની અરજીનું નિરાકરણ લાવી દીધું છે. સાથે જ જિલ્લાધિકારી લખનઉને નિર્દેશ આપ્યા કે, ૨ મહિનામાં દંડ નહીં આપે તો વસૂલ કરવામાં આવશે.
દંડની રકમ ૨ મહિનાની અંદર જમા કરવી પડશે
ઉલ્લેખનીય છે કે, આ આખો કેસ રાજધાની ફૈઝાબાદ રોડ પર આવેલી એક પ્રોપર્ટી સાથે જોડાયેલ છે. ભાડૂઆતે ૧૯૭૯ થી ભાડું ન આપ્યું અને ૧૯૮૧માં જ્યારે સંપત્તિની માલિકને પોતાની સંપત્તિ ખાલી કરવા કહ્યું કે, કેસમાં ફસાવી દીધા. ૧૯૮૨માં સંપત્તિની માલકિન કસ્તુરી દેવીએ પ્રાધિકારી સામે રિલીઝ અરજી દાખલ કરી. ત્યાર બાદ ૧૯૯૨માં આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો.
ત્યારે હાઈકોર્ટે ભાડૂઆત વોહરા બ્રદર્સની અરજી ફગાવી દેતા કહ્યું કે, લગભગ ૪૦ વર્ષો સુધી એક આખી પેઢીને અધિકારોથી વંચિત કરી દીધા. હાઈકોર્ટે ભાડૂઆત પર ૧૫ લાખનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે DM લખનઉને આદેશ આપ્યો કે, દંડની રકમ ૨ મહિનાની અંદર જમા ન કરે તો વસૂલ કરવામાં આવે.
અહીં ઉલ્લેખનીય છે કે, ૧૯૮૨માં સંપત્તિની માલકિન કસ્તુરી દેવીએ ફૈઝાબાદ રોડની સંપત્તિને ખાલી કરાવવા માટે અરજીકર્તાને કહ્યું કે, જેથી તે પોતાના દીકરાને તેમાં બિઝનેસ શરૂ કરાવી શકે. પણ વોહરા બ્રદર્સને ન ફક્ત સંપત્તિ ખાલી કરવાની પડી પણ ઉલ્ટા ભાડું પણ ન આપ્યું. તે સમયે પ્રોપર્ટીનું ભાડું ૧૮૭ રૂપિયા હતા. ભાડૂઆતે મકાન પર ગેરકાયદેસર કબજો કરવા માટે કેસ કરી માલિકને તેમાં ફસાવી દીધા.