Last Updated on by Sampurna Samachar
ભારતીય ચીફ સિલેક્ટર અજીત અગરકરનો કાર્યકાળ લંબાવાશે
બોર્ડ અગરકરના કાર્યકાળને ખૂબ જ સફળ માને છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ અંગે ટૂંક સમયમાં એક મોટો ર્નિણય જાહેર થવાની ધારણા છે. એવી પ્રબળ શક્યતા છે કે અજીત અગરકરને મુખ્ય પસંદગીકાર તરીકેનો કાર્યકાળ લંબાવવામાં આવશે. તેમનો વર્તમાન કરાર જૂન ૨૦૨૬માં સમાપ્ત થવાનો છે. જો કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ નજીકના ભવિષ્ય માટે તેમને આ ભૂમિકામાં જાળવી રાખવાના પક્ષમાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડે હવે ૨૦૨૭ના ICC ODI વર્લ્ડ કપ પર સીધી નજર રાખી છે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને અગરકરને કાર્યકાળ લંબાવવાનો ર્નિણય લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
ટીમ ૨૦૨૩ ICC વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી
બોર્ડ અગરકરના કાર્યકાળને ખૂબ જ સફળ માને છે. તેમના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયાએ સતત મોટી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે ૨૦૨૪ ICC મેન્સ T૨૦ વર્લ્ડ કપ, ૨૦૨૫ ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૨૬ ICC મેન્સ T૨૦ વર્લ્ડ કપ જેવા મોટા ખિતાબ જીત્યા છે. વધુમાં ટીમ ૨૦૨૩ ICC વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે અગરકરના કાર્યકાળમાં ટીમ ઇન્ડિયામાં સ્મૂથ ટ્રાન્ઝિશન જોવા મળ્યું છે. સિનિયર અને યુવા ખેલાડીઓ વચ્ચે સંતુલન જાળવવા ઉપરાંત પસંદગી પ્રક્રિયા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા હતા, જેનાથી ટીમને એક નવી દિશા મળી છે.
બોર્ડ માને છે કે અગરકરની રણનીતિ અને પસંદગી નીતિએ ટીમના ‘ર્નિભય અભિગમ‘ અને સતત સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ જ કારણ છે કે BCCI હવે તેમનો કરાર લંબાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
જો આ ર્નિણયને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવે છે, તો ટીમ ઇન્ડિયાની પસંદગી નીતિની જવાબદારી ફરી એકવાર ૨૦૨૭ વર્લ્ડ કપ સુધી અજિત અગરકરના હાથમાં રહેશે. ખુદ અગરકરની વાત કરીએ તો, તેમણે જુલાઈ ૨૦૨૩માં ભારતીય ટીમ માટે મુખ્ય પસંદગીકારની ભૂમિકા સંભાળી હતી. તેમણે ટેસ્ટ, ODI અને T૨૦ ક્રિકેટમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.