Last Updated on by Sampurna Samachar
તપાસ માટે પોલીસની ટીમ ગુજરાતમાં આવી શકે
પોલીસે આ મામલામાં બે ની કરી ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં સાસુને ભગાડી જનારા જમાઈને લઈને સતત નવી નવી જાણકારીઓ સામે આવી રહી છે. આ દરમ્યાન વધુ એક જાણકારી સામે આવી છે કે, જમાઈ રાહુલ સાસુને ભગાડીને લઈ જાય તે પહેલા ગામની જ એક મહિલાને ભગાડીને લઈ ગયો હતો. આ એક વર્ષ પહેલા જ થયું હતું.
રાહુલ પાડોશમાં રહેતી એક મહિલા સાથે ભાગી ગયો હતો અને બે મહિના બાદ પરત આવી ગયો હતો. તે સમયે મહિલાના પરિવારે પોલીસમાં ફરિયાદ નહોતી નોંધાવી. જેના કારણે રાહુલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી પણ ન થઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાસુને ભગાડવામાં રાહુલના દોસ્તે મદદ કરી હતી. તે બાઈકથી બંનેને કાસગંજ રેલવે સ્ટેશન મૂકવા ગયો હતો. પોલીસે આ મામલામાં દોસ્ત ઉપરાંત તેના ભાણેજની પણ ધરપકડ કરી છે.
માતાએ દિકરીના ઘરેણાં લઇ જમાઇ સાથે ભાગી ગઇ
આપને જણાવી દઈએ કે, મડરાકના એક ગામની રહેવાસી યુવતીના સંબંધ દાદોના એક યુવક સાથે થયા હતા. ૧૬ એપ્રિલના રોજ લગ્ન થવાના હતા. પણ આ અગાઉ રાહુલ પોતાની સાસુને લઈને ભાગી ગયો. સાસુએ રાહુલને ફોન અપાવ્યો હતો. વાતચીત કરતા ૩૮ વર્ષની સાસુ અને ૨૦ વર્ષનો જમાઈ એકબીજામાં ઘેલા બન્યા.
છોકરીના પિતાનું કહેવું છે કે, પોલીસ પત્નીને શોધીને રૂપિયા અને ઘરેણાં પાછા અપાવી દે. હવે પત્ની સાથે અમારે કોઈ સંબંધ નથી. તો વળી આ સમગ્ર ઘટનાને લઈને સીઓ ઈગ્લાસ મહેશ કુમારે જણાવ્યું કે, બંનેને પોલીસ શોધી રહી છે. આ મામલો અલીગઢના મડરાકનો છે.
અહીંના એક ગામમાં રહેતા જિતેન્દ્ર કુમાર બેંગલુરુમાં કામ કરતો હતો. થોડા દિવસ પહેલા તેમણે પોતાની દીકરીના લગ્ન રાહુલ સાથે નક્કી કર્યા હતા. દીકરીના લગ્ન માટે પિતાને ૫ લાખ રુપિયા અને ઘરેણાં બનાવ્યા હતા અને ૩ લાખ ૫૦ હજારની વ્યવસ્થા કરી હતી. મગર થનારો વરરાજાનું દિલ પોતાની સાસુ પર આવી ગયું. તેથી બંનેએ પ્લાન બનાવ્યો અને ઘરેથી ભાગી ગયા. ભાગતા પહેલા મહિલાએ પોતાની દીકરી માટે બનાવેલા ઘરેણાં અને રુપિયા પણ સાથે લેતી ગઈ છે.
પોલીસે રાહુલના દોસ્ત સહિત કેટલાય લોકો સાથે પૂછપરછ કરી, પણ હજુ સુધી તેમનો કોઈ સંપર્ક રાહુલ સાથે થયો નથી. પોલીસની પૂછપરછમાં કોઈ પાક્કો પુરાવો નથી મળ્યો. એવી પણ જાણકારી મળી છે કે આ જમાઈ ગુજરાતમાં કામ હતો. તેથી પોલીસની ટીમ ગુજરાતમાં પણ આવી શકે છે. આ દરમ્યાન લવ સ્ટોરીમાં વકરણનો પણ એંગલ શોધવામાં આવી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે, જ્યાં સુધી બંને મળી નથી જતાં ત્યાં સુધી કોઈ વાતની પુષ્ટિ કરી શકાય નહીં.