Last Updated on by Sampurna Samachar
ગજવ-એ-હિંદ કે ભગવા-એ-હિંદ જે થવાનું છે તે જલ્દી થવું જોઈએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિંદુ એકતા યાત્રા પર મધ્યપ્રદેશના નિવારીમાં આવેલા બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણએ કહ્યું કે, ‘ગજવ-એ-હિંદ’ કે ‘ભગવા-એ-હિંદ’ જે થવાનું છે તે જલ્દી થવું જોઈએ. હિંદુઓમાં જાતિ પ્રથાને ખતમ કરવાની અપીલ કરી રહેલા બાગેશ્વર બાબાએ કહ્યું કે, ‘દેશમાં એક કરોડ ‘કટ્ટર હિંદુ’ ઈચ્છે છે અને જો આવું થાય તો હજાર વર્ષ સુધી સનાતન તરફ કોઈ આંગળી ચીંધી શકે નહીં.’
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાંથી શરૂ થયેલી બાગેશ્વરધામના સંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ‘હિંદુ સનાતન પદયાત્રા’ છઠ્ઠા દિવસે નિવારી જિલ્લાના ગુગસી ગામમાં પહોંચી હતી. અહીં રાત્રે આરામ કરતા પહેલા બાબાએ મંચ પરથી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, ‘જો આપણે એક કરોડ કટ્ટર હિંદુ બનાવીશું તો હજાર વર્ષ સુધી સનાતન ધર્મ પર કોઈ આંગળી ચીંધી શકશે નહીં, આટલી સરળ વાત છે જો તમે સમજો તો સારું, નહીં તો તમારી બહેન કે દીકરીને લવ જેહાદથી કોઈ બચાવી શકશે નહીં. પછી ભલે તે કોઈ અધિકારી હોય, અભિનેતા હોય, કોઈ ખાસ વ્યક્તિ હોય કે સામાન્ય. લવ જેહાદ અને લેન્ડ જેહાદ દ્વારા તમે તમારી પેઢીને બચાવી શકતા નથી.’
સભામાં બાબા બાગેશ્વરે આગળ કહ્યું કે, ‘હિંદુઓ તેમનું લક્ષ્ય ત્યારે પ્રાપ્ત કરશે જ્યારે નારી નારાયણી બનશે, જ્યારે મંદિરોમાં બનેલી તમામ મસ્જિદો ફરીથી મંદિરો બનશે ત્યારે હિંદુઓ તેમનું લક્ષ્ય પ્રાપ્ત કરશે. હિંદુઓ ત્યારે જ મંજલિ પ્રાપ્ત કરશે જ્યારે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા ગીતા અને રામાયણના કિસ્સાઓ વિષે વાત કરવાનું શરૂ કરશે. જ્યારે કોઈ બહેન કે દીકરી પસાર થશે તો ધર્મ વિરોધી અને લવ જેહાદ કરનારાઓ તેની સામે ઊંચું ઉપાડીને ન જોઈ શકે. હિન્દુઓને તેમની મંઝિલ ત્યારે જ મળશે જ્યારે હિન્દુઓ ભારતમાં હિન્દુ રાષ્ટ્રનો ધ્વજ ફરકાવશે.’
હિંદુઓને સજાગ રહેવાની અપીલ કરતાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, જે પણ થવાનું છે તે ઝડપથી થવું જોઈએ. તેમણે કહ્યું, ‘હિંદુઓ જાગે તો સારું અને જો તેઓ ન જાગે તો વધુ સારું, તો દેશ ઝડપથી ઈસ્લામિક રાષ્ટ્ર બની જાય. અમે આર કે પાર કરવાના મૂડમાં જ નીકળ્યા છીએ. ‘ગજવ-એ-હિંદ’ કે પછી ‘ભગવા-એ-હિંદ’ થઈ જાય. કોણ હિંદુ અને મુસલમાન કરતા રહે, જે થવું હોય તે ઝડપથી થઈ જવું જોઈએ.’