Last Updated on by Sampurna Samachar
એજન્ટ દ્વારા લગ્ન કરવા ખૂબ મોંઘા સાબિત થયા
પોલીસે દુલ્હન, એજન્ટ અને અન્ય બે લોકો સામે નોંધી FIR
(સંપૂર્ણ સમાચાર સેવા)
લગ્ન એ દરેક વ્યક્તિના જીવનની મોટી ખુશી હોય છે. જ્યાં પોતાના સાથી સાથે શરૂ થતાં જીવનને સુખેથી પસાર કરવુ એ સ્વપ્ન હોય છે. ત્યારે આ લગ્નજીવનની શરૂઆત પહેલાં જ જો અંત થઇ જાય તો કેટલુ વધારે દુ:ખ થાય. ત્યારે આવુ કંઇક જ મહારાષ્ટ્રના યુવક સાથે થયુ છે.
મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના જલગાંવના લગ્ન બાદ રૂમમાં જાય છે ત્યારે પોતાની દુલ્હન જ ગાયબ જોવા મળે છે. જ્યાં યુવક દુલ્હનની શોધખોળ કર્યા બાદ પોલીસનો સંપર્ક કરે છે. પોલીસ મથકેથી મોટો ખુલાસો થાય છે . જેમાં જલગાંવમાં એક યુવાન માટે એજન્ટ દ્વારા લગ્ન કરવા ખૂબ મોંઘા સાબિત થયા હતા. લગ્નના ત્રીજા દિવસે, કન્યા ઘરેણાં અને પૈસા લઈને ભાગી ગઈ હતી.
૨ લાખ ૪૪ હજાર રૂપિયાની છેતરપિંડી
મળતી માહિતી પ્રમાણે, યુવક સાથે કુલ ૨ લાખ ૪૪ હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હતી. દુલ્હન ફરાર થયા બાદ, વરરાજાએ એજન્ટ અને દુલ્હન સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જલગાંવના એક એજન્ટ દ્વારા છોકરાના લગ્ન ૧ લાખ ૬૦ હજાર રૂપિયામાં નક્કી થયા હતા.
લગ્નમાં, યુવકની માતાએ દુલ્હનને મંગળસૂત્ર, ઝુમકા અને સોનાની બુટ્ટી જેવા ઘરેણાં ભેટમાં આપ્યા હતા. બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા, પરંતુ લગ્નના બીજા દિવસે દુલ્હન ઘરેણાં અને પૈસા લઈને ભાગી ગઈ હતી. દુલ્હન અને એજન્ટે મળીને વરરાજાના પરિવાર સાથે ૨ લાખ ૪૪ હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી.
૧૩ માર્ચે દુલ્હન, એજન્ટ અને અન્ય બે લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. યુવકે પોલીસને જણાવ્યું કે, ‘તે તેની સુહાગરાત ઉજવવા માટે રૂમમાં પહોંચીને જોયું તો ખબર પડી કે તેની પત્ની ગાયબ છે. મેં ઘર અને બહાર શોધવાનું શરૂ કર્યું હતું. તે ઘરે નહોતી. પછી મેં જોયું કે, પૈસા અને ઘરેણાં પણ ગાયબ હતા. પછી તેને તેની લૂંટારુ દુલ્હન પર શંકા ગઈ હતી. તેને લાગવા લાગ્યું કે, તેની પત્ની પૈસા અને ઘરેણાં લઈને ભાગી ગઈ છે.‘ પછી પોલીસ સ્ટેશન પહોંચીને કેસ નોંધ્યો હતો.