Last Updated on by Sampurna Samachar
અગ્નિવીરોને ૨૦% અનામત આપશે UP સરકાર
સામાન્ય, SC , ST અને OBC પર લાગુ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્ય પોલીસ દળ માટે અનેક પદ પર ભરતીને લઇને જાહેરાત કરી છે. હવે આ ભરતીમાં અગ્નિવીરોને ૨૦% અનામત આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ ર્નિણય યોગી (YOGI) આદિત્યનાથે તેમની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટની બેઠક બાદ લીધો છે. નાણામંત્રી સુરેશ કુમાર ખન્નાએ જણાવ્યુ હતુ કે આ ર્નિણય પાછળ અગ્નિપથ યોજના અંતર્ગત ૪ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા અગ્નિવીરોને સેવા કરવાનો અવસર પ્રાપ્ત થશે.
આ મહત્ત્વપૂર્ણ ર્નિણય તમામ શ્રેણી જેમકે સામાન્ય, SC , ST અને OBC પર લાગુ થશે. જો કોઇ અગ્નિવીર SC શ્રેણીમાં આવે છે તો તેને અનામતનો લાભ મળશે. જો OBC થી આવે છે તો પણ અનામતનો લાભ મળશે, કોન્સ્ટેબલ પોલીસ, કોન્સ્ટેબલ પીએસી, ઘોડેસવાર પોલીસ અને ફાયરમેન જેવી શૃંખલાઓમાં ઉમેદવારી કરી શકાશે. આ તમામમાં અગ્નિવીરોને ઉંમરમાં ૩ વર્ષની છૂટ મળશે.
હવે ૨૦ ટકા અનામતને મંજૂરી મળી
સિસ્ટમ અનુસાર ભરતીની પહેલી બેન્ચ ૨૦૨૬માં આવશે. કેટલાયે રાજ્યોમાં કેન્દ્રીય બળોને અગ્નિવીરોને અનામત આપવાની પહેલ કરવામાં આવી છે. હરિયાણા અને ઓડિશા જેવા રાજ્યોએ પૂર્વ અગ્નિવીરોને૧૦ ટકા અનામતનો લાભ આપવાની રજૂઆત કરી છે. ઉત્તરપ્રદેશ મંત્રિમંડળે હવે ૨૦ ટકા અનામતને મંજૂરી આપી દીધી છે.
યુપી સરકારે પોલીસ દળમાં કોન્સ્ટેબલ પોલીસ, કોન્સ્ટેબલ પીએસી, ઘોડેસવાર પોલીસ અને ફાયરમેન જેવા પદ પર ભરતી કરાશે. ૪ વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીરોને અગ્નિપથ સ્કીમમાં ફાયદો થશે.
કેન્દ્ર સરકારે ૨૦૨૨માં અગ્નિપથ યોજના શરૂ કરી હતી. જેમા સેના, નૌસેના અને વાયુસેનામાં યુવાનોને ૪ વર્ષમાટે અગ્નિવીર તરીકે ભરતી કરાશે. આ ૪ વર્ષના કાર્યકાળમાં ૬ મહિના ટ્રેનિંગ આપવામાં આવશે. ૪ વર્ષ પૂરા થયા પછી અગ્નિવીરોના કામને મુલવીને તેમની કાર્યક્ષમતા અને મિરિટલિસ્ટને તૈયાર કરવામાં આવશે.
જે મેરિટના આધારે ૨૫% અગ્નિવીરોને સેનામાં હંગામી ધોરણે નોકરી મળશે અને બાકી ૭૫% અગ્નિવીરોને નિવૃત્ત કરાશે. અનુમાન છે કે ૧ લાખ અગ્નિવીરોની પહેલી બેચ ૨૦૨૬-૨૭માં નિવૃત્ત થશે. આમાંથી ૨૫,૦૦૦ને સેનામાં કાયમી ભરતી કરાશે.